Panchmahal
અવિશ્વાસની અગ્નિ પરીક્ષામાં દાઉદ્રા સરપંચ મુકેશ રાઠવા પાસ
(ગોકુળ પંચાલ દ્વારા)
ઘોઘંબા તાલુકાના જોરાપુરા દાઉદ્રા ગામે સરપંચ વિરુદ્ધ પાંચ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી તેના અનુસંધાનમાં આજરોજ તેની સુનાવણી રાખવામાં આવી હતી. સુનાવની દરમ્યાન તનાવ વધતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો નાયબ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ચુનાવણી રાખવામાં આવી હતી જેમાં સરપંચ સહિત કુલ ત્રણ સભ્ય તથા અવિશ્વાસની દરખાસ્ત મુકનાર પાસે પાંચ સભ્યો હતા.
પરંતુ પંચાયતની ધારા ની જોગવાઈ મુજબ બે વત્તા એક ના નિયમ મુજબ દાઉદ્રા ના ચાલુ સરપંચ મુકેશભાઈ રાઠવા તરફે બહુમતી સાબિત થતા અવિશ્વાસની દરખાસ્ત ખારીજ થઈ હતી દરખાસ્ત મુકનાર સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને તાલુકા વિકાસ અધિકારીનો ઘેરાઓ કરી તેમને ધક્કે ચડાવી ગાડી સામે ઉભા રહી અધિકારીનો રસ્તો રોકી બુમરાણ મચાવી હતી.
અવિશ્વાસની દરખાસ્ત મુકનાર સભ્યો પોતાની પાસે વધારે સભ્યો હોવાની ગેરસમજને કારણે તેમની સાથે અન્યાય થયો હોવાની બૂમાબૂમ કરી હતી રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે બી ઝાલા એ ટોળાને વિખેરી તાલુકામાંથી આવેલા અધિકારીને સહી સલામત તાલુકા કચેરીએ બંદોબસ્ત સાથે પહોંચાડ્યા હતા. તો બીજી તરફ સરપંચ મુકેશ રાઠવા વિશ્વાસનો મત જીતી સરપંચ યથાવત રહેતા સરપંચના ટેકેદારોએ ઉત્સાહમાં આવી કરી ટીમલી ડાન્સ કરતા રવાના થયા હતા. આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે ગરમાયેલો મામલો રાજગઢ પોલીસની દરમિયાનગીરીથી શાંત થયો હતો