Connect with us

Gujarat

પંચમહાલ શાળા પ્રવેશોત્સવનો ત્રીજો દિવસ:’ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’

Published

on

કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ની ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે આજરોજ ત્રીજા દિવસે પંચમહાલ જિલ્લામાં કુલ ૧૧,૩૬૬ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું છે.પંચમહાલ જિલ્લામાં આજે છેલ્લા દિવસે જિલ્લા પંચાયતના પ્રમુખ,સર્વ ધારાસભ્યઓ,રાજ્ય સરકાર તથા જિલ્લાના અધિકારીઓ સહિત કુલ ૪૭૦ મહાનુભાવોના હસ્તે જિલ્લાની ૪૩૩ પ્રાથમિક અને ૩૪ માધ્યમીક શાળાઓમાં ૧૪૦૨ બાળકો આંગણવાડી,૫,૯૮૪ બાલવાટિકા અને ૩,૯૮૦ બાળકોનું ધોરણ ૧માં નામાંકન કરાયું હતું.

રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં તારીખ ૨૬ થી ૨૮ દરમિયાન યોજાયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કુલ ૧,૬૦૩ મહાનુભાવો જોડાયા હતા.જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન કુલ ૧,૩૩૩ પ્રાથમિક અને ૨૩૩ માધ્યમીક શાળાઓમાં ૪,૯૭૧ બાળકો આંગણવાડી, ૧૯,૩૬૧ બાળકોનું બાલવાટિકામાં અને ૧૨,૭૩૪ બાળકોનું ધોરણ ૧માં નામાંકન કરાયું હતું. જિલ્લામાં કુલ ૩૭,૦૬૬ બાળકોને આંગણવાડી,બાલવાટિકા અને ધોરણ ૧માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.જ્યારે ૯૨૩ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચૂકવવામાં આવ્યા હતા.આ સાથે જિલ્લામાં ૯૪ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાની શરૂઆત કરાઈ છે.

Advertisement

શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લામાં ૨૩૬ દિવ્યાંગ બાળકોને પ્રવેશ અપાયો જ્યારે ધોરણ ૯માં ૨૧,૫૦૫ અને
ધોરણ ૧૦ થી ૧૧માં ૧૩,૨૩૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ પ્રવેશ મેળવ્યો છે.જિલ્લામાં કુલ ૩૯ લાખથી વધુની રકમ લોક સહકાર અને દાનના સ્વરૂપે મળેલ છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં વૃક્ષારોપણ તથા એસ.એમ.સી કમિટીની બેઠકો યોજાઈ હતી.ત્રીજા દિવસે જિલ્લાની ૪૩૩ પ્રાથમિક અને ૩૪ માધ્યમીક શાળાઓમાં ૧૪૦૨ બાળકો આંગણવાડી,૫,૯૮૪ બાલવાટિકા અને ૩,૯૮૦ બાળકોનું ધોરણ ૧માં નામાંકન થયું

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!