Kheda
વનોડા મહીં કેનાલમાં બે બાળકોની લાશ તણાઈ આવી

(રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)
ગળતેશ્વર તાલુકાના છેવાળાના ગામ વનોડા પાસેથી પસાર થતી મહીં કેનાલમાં બે અજાણ્યા બાળકોની લાશ તણાઈ આવતી હતી જેમાં બે આશરે 5 વર્ષના બાળકો હતા એક છોકરો અને એક છોકરી તણાઈ રહ્યા હતા છોકરો ભમ્મરિયા આવી સાઈડમાં અટક્યો હતો જ્યારે છોકરી મેનપુરા પાસેની કેનાલ સુધી પહોંચી હતી સ્થાનિકો દ્વારા સેવાલીયા પોલીસને જાણ કરતા પોલીસે બંને બાળકોના મૃતદેહને કબ્જે લઈ પીએમ માટે મોકલી બંને બાળકો કોણ હતા કઈ રીતે કેનાલમાં તણાઈ આવ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે.