Gujarat
જેતપુરપાવી તાલુકાના ઘંટીગાળા ગામે વૃક્ષ પર લટકતો આઘેડનો મૃતદેહ મળ્યો
પ્રતિનિધિ, કાજર બારીયા
મૃતક ઘુટિયા ગામનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ
જેતપુરપાવી તાલુકાના ધનપુર ગામે ઘંટીગાળા જવાના રસ્તા ઉપર આવેલ જંગલમાં વૃક્ષ પર એક આધેડ વયના પુરુષનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
વૃક્ષ પર આધેડની લાશ લટકતી જોવા મળતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક કદવાલ પોલીસ ને જાણ કરાઈ હતી. પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી સાગના ઝાડ પર લટકતો મૃતદેહને નીચે ઉતારી પીએમઅર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં કયા કારણોસર આત્મહત્યા કરી છે તેનો હજી ખુલાસો થયો નથી હાલ કદવાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઘૂંટીયા ગામના શનાભાઈ રૂપસિંગભાઈ નાયકા (ઉં.૬૬) ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ આધેડ ની લાશ સોમવારે સવારે ધનપુર ગામે ઘંટીગાળા જવાના રસ્તા ઉપર આવેલ જંગલમાં સાગના ઝાડ પર લટકતી જોવા મળતા ગ્રામજનો સ્તબ્ધ થય ગયા હતા. નાના એવા ગામમાં આ ઘટનાની જાણ થતાં જ વહેલી સવારે બહોળી સંખ્યામાં ગ્રામજનો એકઠા થય ગયા હતાં. ઘટના અંગેની પોલીસ ને જાણ કરતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આ બનાવમાં મૃતક કયા કારણોસર આત્મહત્યા કરી તેમનું હજુ કોઇ ચોક્કસ કારણ પણ જાણવા મળેલ નથી પરંતુ પોલીસ તપાસમાં આત્મહત્યાના કારણોનો ખુલાસો થશે.