Panchmahal
હાલોલ ના યુવાન નો મૃતદેહ રેલ્વેના પાટા ઉપર થી મળ્યો હત્યા કે આત્મ હત્યાનું ઘૂંટાતુ રહસ્ય
(સુરેન્દ્ર શાહ દ્વારા)
હાલોલ સ્ટેશન રોડ પર રહેતા 40 વર્ષના જતીનભાઈ દરજી નો મૃતદેહ સાવલી ખાખરીયા થી પસાર થતાં રેલ્વે ટ્રેક પર શરીરના ત્રણ ટુકડા સાથે મળી આવતા તેના પરિવારમાં ઘેરા શોક લાગણી પ્રસરી ગઈ હતી આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જતીન હર્ષદ રાય દરજી તારીખ 30 ની સાંજે તેના મિત્રને ફોન કરીને જણાવ્યું હતું કે હું સાવલી મૂકીને આવું છું પરંતુ રાત્રિના મોડે સુધી પરત ના આવતા તેમના પત્નીએ જતિનના નાના ભાઈને બોલાવીને કહ્યું તમારા ભાઈ હજુ સુધી ઘરે આવ્યા નથી અને તેમનો મોબાઇલ ફોન બંધ આવે છે તો તપાસ તો કરો જતીનના ભાઈ સાવલી તરફ જતા હતા ખાખરીયા સાવલીની વચ્ચે કોક ભાઈનો મૃતદેહ રેલવે ટ્રેક પર પડ્યો હોવાની માહિતી મળતા તેઓ સાવલી ખાતે પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશન પહોંચીને ભાઈના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો.
જમીન લે-વેચનો ધંધો કરતા જતીનભાઈ દરજી પહેલા એચડીએફસી બેન્ક માં જોબ કરતા હતા ત્યારબાદ હાલોલ જીઆઇડીસી માં દાણા બનાવવાનો ઉદ્યોગ શરૂ કર્યો હતો. ત્યારબાદ જમીન લેવેચ ના ધંધામાં તેમને ઝંપલાવ્યુ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ સામનો કરવાની શક્તિ ધરાવતો આ ઈસમ સતત હસતો રહેતો હતો તેવું તેના મિત્રએ જણાવ્યું હતું. ખરેખર આ આત્મહત્યા છે કે હત્યા છે એ પોલીસ તપાસ માટે માથાના દુખાવા સમાન છે જોકે જમીન લે વેચના ધંધામાં ઘણા બધા વિવાદ ઊભા થતા હોય છે અને આ વિવાદોનો અંત પણ ઘણો જ ગંભીર આવે છે જોકે પોલીસ દ્વારા આ અંગે સઘન તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે હત્યા કે આત્મહત્યા પરિવાર માટે પણ આ સવાલ ઘણો ગંભીર છે.