Panchmahal
વિજ કરંટ લાગતા મોટી ઉભરવાણ ના યુવાનનું મોત
હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે પાણીની મોટર ચાલુ કરવા જતા વીજ કરંટ લાગતા દૂધમલ યુવાનનું મોત થતા ઉભરવાણ ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી આ અંગે પાવાગઢ પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ મોટી ઉભરવાણ ગામના મોતીભાઈ રાઠવાનો 26 વર્ષનો પુત્ર વિક્રમ પાણીની મોટર ચાલુ કરવા જતા તેને વીજ કરંટ લાગતા તે જમીન પર પટકાયો હતો તેની માતાએ બૂમાબૂમ કરતા ગામ લોકો ભેગા થઈ ગયા હતા
બાદમાં ગામ લોકોએ 108 ને ફોન કરતા ડોક્ટર વગેરે આવતા તેઓએ વિક્રમને મરણ થયેલ જાહેર કરતા પાવાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી મોડી સાંજે પોલીસ આવતા તેઓએ અકસ્માત મોતની નોંધ કરી અડધું શરીર કાળુ પડી ગયેલું હોય મૃતકના દેહને પીએમ માટે હાલોલ રેફરલ ખાતે મોકલી આપ્યો હતો આ મૃતકના લગ્ન બે વર્ષ પહેલાં ઘોઘંબા તાલુકાના સવાપુરા ગામે થયા હતા. આ બનાવ થી મૃતકના પરિવારમાં અને ખોબા જેવડા ગામમાં ઘેરાશોક ની લાગણી વ્યાપી ગઈ હતી