Uncategorized
જેતપુર પાવી વિધાનસભામાં વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો
(જેતપુર પાવી)
કેન્દ્રની ભાજપ સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ રાજ્યની ભાજપા સરકારના માન્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકારના બે વર્ષ પૂર્ણ થતા વિકાસના કામોની કરોડો રૂપિયાની ગ્રાન્ટ ૧૩૮ જેતપુર પાવી વિધાનસભામાં આપવામાં આવી તે બદલ રાજ્યની ભાજપા સરકારનો આભાર વ્યક્ત કરતો કાર્યક્રમ રાયપુર ગામે યોજાયો હતો. ધારાસભ્ય તરીકે ૧૩૮ જેતપુરપાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના પણ બે વર્ષ પૂર્ણ થતા આજરોજ બે વર્ષના વિકાસના કામોનો હિસાબ અને મતદાર ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કાર્યક્રમ કવાંટ તાલુકાના રાયપુર (પાનવડ) ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ રાઠવા, ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સભ્ય, સુરતનભાઈ રાઠવા, સુરેશભાઈ રાઠવા, નયનાબેન રાઠવા, પ્રભુભાઈ રાઠવા, પ્રકાશસિંહ વાંસદિયા, જયેશભાઇ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ રાઠવા, જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા કવાંટ તાલુકા પંચાયત અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, સિનિયર આગેવાનો રાજેશભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, ગોવિંદભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સરપંચો,તાલુકા પંચાયત સભ્યો અને ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ કાર્યકર્તા ભાઈ બહેનોને સમાજ વિરોધી, વિસ્તારના યુવાનોને ગેર માર્ગે દોરતા તત્વો થી સાવધાન રહેવા અને ભારતીય જનતા પાર્ટીની સંગઠનને વધુ મજબૂત બનાવવા આહવાન કર્યું હતું અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ને તેઓની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.