Ahmedabad
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના અમેરિકા સ્થિત વિવિધ મંદિરોના દશાબ્દિ મહોત્સવોની હેલી
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ સંતમંડળ સહિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના અમેરિકાના વિવિધ મંદિરોના દશાબ્દિ મહોત્સવો અંતર્ગત પધારતા ડેલાવર મંદિર, કલીવલેન્ડ, ઓહાયો મંદિર, કંટકી મંદિર, ટેનેસી મંદિરના દશાબ્દિ મહોત્સવ તેમજ કેલીફોર્નીયા મંદિરનો ૧૨ મો પ્રતિષ્ઠોત્સવ, સીએટલ મંદિરનો ૫૩ મો પ્રતિષ્ઠોત્સવ ભક્તિભાવપૂર્વક પરમ ઉલ્લાસભેર ઉજવાયો.
શ્રી સ્વામિનારાયણ મંદિર ડેલાવર ખાતે દશાબ્દિ મહોત્સવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં અલાસ્કામાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉમંગભેર યોજાયો હતો. જેમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આર્ધઆચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું શાહી સ્વાગત, શાહી પૂજન, પાદુકા પૂજન, ગુરુવંદનાના ભક્તિસભર ક્રાર્યક્રમો સાથે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશિર્વાદનો લાભ પ્રાપ્ત થયો હતો.
આ પાવનકારી અવસરે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે ગુરુનું સ્થાન મોખરે છે. ગુરુ અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશના માર્ગ તરફ લઈ જાય છે. જીવનવિકાસનું માધ્યમ ગુરુ જ છે. આ પાવનકારી અવસરે દેશ વિદેશના હરિભક્તોનો વિશાળ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી