Connect with us

International

ડેલાવર, યુએસએમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના દશાબ્દી મહોત્સવની દબદબાભેર ઉજવણી

Published

on

શ્રી સ્વામિનારાયણ મંદિર, ડેલાવર, યુએસએમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના દશાબ્દી મહોત્સવની દબદબાભેર પરમોલ્લાસભેર ઉજવણી….

ડેલાવર અમેરિકા રાષ્ટ્રના દ્વિતીય ક્રમાંકનું સૌથી નાનું રાજ્ય છે અને સૌથી ગીચ વસ્તીવાળા પૈકીનું એક છે. રાષ્ટ્રનાધ ફર્સ્ટ સ્ટેટ –ડેલાવર રાજ્ય જે ધ ડાયમંડ સ્ટેટ, બ્લુહેનસ્ટેટ, સ્મોલ વન્ડર વગેરે નામોથી સુપ્રસિદ્ધ રાજ્યમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો દશાબ્દી મહોત્સવ પરમોલ્લાસભેર ઉજવાયો. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી ઘનશ્યામ મહારાજના ત્રિદિવસીય દશાબ્દી મહોત્સવની દબદબાભેર પરમોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ, મહાપૂજા, રાસોત્સવ, ષોડશોપચારથી પૂજન, અર્ચન, પાટોત્સવ વિધિ, ધ્વજારોહણ, અન્નકૂટ દર્શન, કેકકટીંગ સેરેમની, મહાપ્રસાદ આદિ વિભિન્ન ધાર્મિકતાસભર કાર્યક્રમો સુસંપન્ન થયા હતા.

Advertisement

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર – ડેલાવરમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તથા આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી ઘનશ્યામ મહારાજના દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના ભૂલકાંથી માંડીને મોટી ઉંમરના હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો.

આવા દિવ્ય પાવનકારી અવસરે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે  આશીર્વાદમાં જણાવ્યું હતું કે, દરેક દેહધારી ત્રિવિધ તાપમાં તપે છે. તે ત્રિવિધ તાપથી બચવા માટે ભગવાનની કથાવાર્તા, ભગવાનનું ભજન છે. ભગવાનનું ભજન સાનુકૂળતાથી થઈ શકે તથા જીવનમાં બેઠો આનંદ પ્રાપ્ત કરી શકીયે તે માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થનાના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે અમેરિકા, ડેલાવરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરી આપ્યું છે તેને આજકાલ કરતાં ૧૦ વર્ષ પૂર્ણ થતાં શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. ભગવાનનાં ભજનથી મંદિર ગાજવું જોઈએ તથા નિયમિત મંદિરે ભગવાનનાં દર્શન, કથાવાર્તામાં સહવિશેષ સહભાગી બની જીવનમાં બેઠો આનંદ પ્રાપ્ત કરી શકીયે તે માટે હાકલ કરવામાં આવી હતી. આવા દિવ્ય પાવનકારી અવસરનો લાભ દેશ વિદેશના હરિભક્તોએ ભક્તિભાવ પૂર્વક દબદબાભેર પરમોલ્લાસભેર લીધો હતો.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!