Gujarat
જૈનોના તીર્થ સ્થળને પર્યટક સ્થળ જાહેર કરાતાં જૈન સમાજ દ્વારા રેલી કાઢી આવેદન પત્ર આપ્યુ
ભારત સરકારે જૈનોના 24 તીથઁકર ભગવાન અને 24 માં મહાવીર સ્વામી ભગવાનના અહીંસા પરમો ધર્મ માં માનનારા તથા જીવો અને જીવવા દો ના મહાવીર સ્વામી ભગવાનના સિધ્ધાંત ને તથા સંપૂર્ણ અહિંસક ધમઁમાં માનનાર ભારત દેશમાં એક માત્ર જૈન સમાજ હોઈ જૈન સમાજના પવિત્ર અને આસ્થા નું સ્થાન સમેદશિખરજી હોઈ આવા જૈનોના પવિત્ર સ્થાન ને ભારત સરકાર દ્વારા પર્યટક સ્થળ તરીકે જાહેર કરેલ હોઈ જેના કારણે આ પવિત્ર સ્થળે અભક્ષ વસ્તુ ખાનારા સમાજ ની અવરજવર પણ વધે તથા નોનવેજ જેવી હોટલો. દુકાનો. પણ ખુલે ને તેથી આ પવિત્ર સ્થળ ની ગરીમા જળવાય નહીં.
જેથી અહિંસા પરમોધમઁ ના ઉપાસક સંતરામપુર ના જૈન સમાજ દવારા નગરમાં વિશાળ રેલી કાઢીને નગરનાં વિવિધ માર્ગો ઊપર ફરી ને સુત્રોચ્ચાર કરી મામલતદાર કચેરી સંતરામપુર ખાતે આવેલ હતી. જૈન સમાજ ના અગ્રણી ઓએ જૈન સમાજના આ પવિત્ર સ્થળ ને શાકાહારી ઝોન જાહેર કરવા ને સરકાર ના આ પવિત્ર સ્થળ ને પર્યટક સ્થળ જાહેર કરાતાં જાહેરનામાનો વિરોધ દશાઁવેલ ને આ જાહેરનામું પરત ખેંચવાની માંગ કરતું આવેદનપત્ર મામલતદાર અને સંતરામપુર પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું હતું
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર