Editorial

વિદ્યાર્થી મિત્રોને સમર્પિત.. શિક્ષકની કલમે….

Published

on

આજ કાલ ખાસ કરીને વ્યક્તિના ચારિત્રમાં ખાસ મહત્વનો તબક્કો તેનું બાળપણ અને એ જ તેનું વિદ્યાર્થી જીવન સમજી શકાય છે. એ જ બાળપણ અને એ જ વિદ્યાર્થી જીવનમાં શાળા અને સમાજમાંથી મળેલા વિવિધ સારા અને નરસા સંદેશાઓ તેના માનસપટલ અને રોજિંદા જીવન વ્યવહારમાં સ્થાન લઈ લે છે. અને પછી કહેવત પ્રમાણે કહેવાય છે કે- “સોળે શાન અને વિસે ભાન”.

જ્યારે બાલ્ય અવસ્થામાં વિદ્યાર્થી ખાસ કરીને સુટેવો અને કુટેવો વિશે વર્ગીકરણ કરતા થઈ જાય તો તેને આવનાર સમય ખૂબ જ ફાયદાકારક નિવડતો હોય છે. સુટેવો અને કુટેવોમાં મહત્વની પણ કેટલીક બાબતો ગણી શકાય જેમ કે, આર્થિક મેનેજમેન્ટ કેવી રીતે કરવું?, વ્યવહારિક જીવનમાં ખાસ બાબતોનું કઈ બાબતોનું ધ્યાન રાખવુ? વાહનો ચલાવતી વખતે કયા પ્રકારની કાળજી રાખવી?, વાતચીત અને વ્યવહારો કરતી વખતે કેવા પ્રકારની વાણીનો ઉપયોગ કરવો?, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો?, એકબીજાને મદદરૂપ કેવી રીતે થવું?, કઈ બાબતોનો સ્વીકાર કરવો અને કઈ બાબતોનો સ્વીકાર કરવો?, સમય બાબતનુ આયોજન કેવી રીતે કરવું?, પરિવારની કારકિર્દી બનાવવા માટે પોતાનુ મહત્વ કેટલું હોઈ શકે?, જીવનશૈલીમાં આંતરિક અને બાહ્ય બાબતો વિશે કઈ રીતે વાકેફ થઈ શકાય?

Advertisement

વ્યવહારિક જીવનમાં ગુરુ- શિષ્ય પિતા -પુત્ર ભાઈ -બહેન માતા -પુત્ર મિત્ર- મિત્ર અને અન્ય સ્નેહીજનો સાથે વાણી વ્યવહાર કેવી રીતે કરી શકાય?, મુશ્કેલીના સમયે નિર્ણય શક્તિને સહજ રીતે કેમ લઈ શકાય?, અકસ્માતો, કુદરતી તથા માનવસર્જિત આપત્તિઓમાં બચવાના માધ્યમો કયા હોઈ શકે?, પોતાના આરોગ્યની પણ કેટલી કાળજી લેવી?, લોભ લાલચમાં શા માટે ન ફસાવવું?, આવી કેટલીય મહત્વની બાબતો વિદ્યાર્થી જીવનમાં બાલ્ય અવસ્થાથી જ સંકળાવાની ચાલુ થઈ જાય છે.

વિદ્યાર્થી મિત્રો તમામ બાબતોને સુટેવોના રૂપે સ્વીકારી લેશો તો કોઈ પણ જગ્યાએ મુશ્કેલીનો અનુભવ નહીં થાય. તેમ છતાં પણ કદાચ આપને કોઈ પણ જગ્યાએ અડચણ આવતી હોય ત્યારે મુક્ત અને શાંત ચિત્તે વિચારો કરવા, ત્યાર બાદ યોગ્ય પરિસ્થિતિને આધિન કોઈ સલાહ સૂચનની જરૂર હોય તો મેળવીને નિર્ણય કરવો. વારંવાર મનને ઉગ્ર બનાવવાથી તન અને મનને બહુ મોટું નુકસાન પણ ક્યારે ભોગવવું પડતું હોય છે. આપત્તિ જનક મુશ્કેલીઓ અને તાણ દૂર કરવા માટે ખાસ આત્મવિશ્વાસને વધારવો પણ ખૂબ જ જરૂરી છે. પ્રેરણા સ્ત્રોત વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચી તેમાંથી શીખ લેવાની પણ જરૂર હોય છે. બીજા વિદ્યાર્થીઓના વિચારો અને વ્યવહારો આપણા જીવન સાથે કદી પણ ન સરખાવવા. વિવિધ કસોટીઓ અને પરીક્ષાઓમાં આવતા પરિણામોના લીધે ક્યારે પણ નિરાશ થવું નહીં. ભાગ્ય ના આધારે કદી બેસી ન રહેવું.

Advertisement

આપણે આપણા તનના સહારે અને જ્ઞાનના ઈશારે મનના ઈશારે પ્રાર્થના કરી શકીશું .શાંત ચિત્ત, હસતો ચહેરો અને સતત મહેનતુ બની રહેવું. શિક્ષણ એ જીવન યાત્રાનો મુખ્ય આધાર સ્તંભ ગણી શકાય છે એટલે દરેક વિદ્યાર્થીએ ભારતના ભાવિ રાષ્ટ્ર નિર્માતા બની શ્રેષ્ઠ ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ અને ટેકનોલોજીના અવનવા પ્રવાહોથી વાકેફ થવું એ પણ એટલું જ જરૂરી છે.
વધુ આવતા અંકે…. રાજેશકુમાર એમ. પટેલ
રાજ્ય પારિતોષિક એવોર્ડ વિજેતા

Advertisement

Trending

Exit mobile version