Panchmahal
હાલોલ માં પ્રિમોન્સૂન કામગીરીમાં વિલંબ આફત નોતરશે
(સુરેન્દ્ર શાહ દ્વારા)
હાલોલ ના ગામ તળાવમાં પાણીના સ્રોત માટે બનાવવામાં આવેલ યમુના કેનાલ દ્વારા વરસાદી પાણી હાલોલ નગરના ગામ તળાવમાં આવે છે પરંતુ હાલોલ પાલિકા દ્વારા હજુ સુધી પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરવામાં ન આવતા યમુના કેનાલ નરી ગંદકીથી ખદબદે છે હવે ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે નગરપાલિકા દ્વારા યમુના કેનાલ સાફ કરવામાં આવે તેવી નાગરિકોની માંગ ઉઠવા પામી છે હાલોલ તળાવમાં પાણી માટેનો એક માત્ર સ્ત્રોત્ર યમુના કેનાલ છે પાવાગઢ ડુંગર પરના તળાવ ભરાયા બાદ ધોધરૂપે જે પાણી આવે છે તે યમુના કેનાલ મારફતે તળાવમાં આવે છે પરંતુ હાલમાં યમુના કેનાલ ગંદકીથી ખદબદે છે જેને સાફ કરવામાં આવે તો ગંદકી તળાવમાં આવતી બંધ થાય અને વરસાદી પાણી તેના પુરા પ્રવાહ સાથે તળાવમાં ઠાલવે માટે તાત્કાલિક પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી શરૂ થાય તેવી માગ ઉઠવા પામી છે.
જો કેનાલ સાફ કરવામાં વિલંબ થાય અને વરસાદ આવી જાય તો આ ગંદકી ના ઢગલાઓ પાવાગઢ રોડ પર બોમ્બે હાઉસ નજીક બનાવવામાં આવેલ નાલાની પાઇપોમાં કચરો ફસાઈ જાય પરિણામે યમુના કેનાલનું વરસાદી પાણી અને ગામ તરફથી આવતું વરસાદી પાણી રોડ ઉપર ઉભરાય છે જેને લઈને ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે આ ઉપરાંત યમુના કેનાલના કિનારા પર વસતા લોકોના મકાનની તમામ પ્રકારની ગંદકી યમુના કેનાલમાં ફેંકવામાં આવે છે નગરપાલિકા દ્વારા આવી ગંદકી માત્ર ચોમાસા પૂર્તિ યમુના કેનાલમાં ન નાખે તે માટેના પ્રયાસો પાલિકાએ હાથ ધરવા જોઈએ જે લોકો હિતમાં ગણાશે