Chhota Udepur

આદિવાસી સંસ્કૃતિને લજવતી અશ્લીલ ટીમલીઓ સામે નિયંત્રણ લાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

આજકાલ કોઈપણ સામાજિક ધાર્મિક કે પછી લગ્ન પ્રસંગ હોય ત્યારે ડી.જે.લાવવાનું જાણે કે ફરજિયાત થઈ ગયું છે અને ડી.જે. વિના જાણે કે પ્રસંગ અધૂરો લાગતો હોય તેવી રીતે જ્યાં જુઓ ત્યાં ડી.જે ની બોલબાલા જોવા મળી રહી છે. અને તેમાં પણ ડીજે ઉપર વાગતા દ્રીઅર્થી પ્રાદેશિક ટીમલી ગીતો એ તો હદ વાળી દીધી છે. સમાજમાં બેન દીકરીઓ અને માતાઓ સાથે પ્રસંગની મજા માણવા આવેલા પરિવારજનો સાથે ઉભા હોય ત્યારે ડી.જે ઉપરથી વાગતા આવા બીભત્સ અને ડબલ મિનિંગ વાળા ગીતો ઘણી વખત શરમમાં મુકતા હોય છે. ત્યારે આદિવાસી સમાજમાં ઘણા સમયથી ડી.જે ઉપર વાગતા ડબલ મિનિંગ વાળા ટીમલી ગીતો ઉપર અંકુશ લાવવાની જોરદાર માંગ ઉઠેલી છે. અને આવા ગીતકારો ,ગાયકો અને સ્ટુડિયો ઉપર પગલા લેવામાં આવે તેવી અનેક વખત રજૂઆતો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કરવામાં આવી રહી છે. પરંતુ તેના ઉપર કોઈપણ પ્રકારના તટસ્થ પગલા કે કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે હવે તો લગ્નની મોસમ પુર બહારમાં ખીલી ઉઠી છે. અને જ્યાં જુઓ ત્યાં એક સાથે ત્રણ – ત્રણ ચાર – ચાર ડી.જે લાવી ધમાલ મચાવતા હોય છે.

Advertisement

અને તેમાં પણ ડી.જેના તાલ સાથે કેફી પીણું તાડી ની પણ સિઝન ચાલુ થઈ ગઈ હોવાથી તાડી અને અન્ય નશાકારક પીણા નો નશો કરી યુવાધન નશા ના રવાડે ચડી અને વિનાશ તરફ વળી રહ્યું છે. અને એમાં ઘણી વખત ઝગડા પણ થતા હોય છે. સાથે સાથે ડી.જે ઉપર વાગતા ઘોંઘાટ અને ફૂલ અવાજથી વગાડવામાં આવતા ગીતો નુકસાન કરી રહ્યા છે ડી.જે ઉપર ફુલ અવાજમાં વાગતા આ ગીતોના કારણે ડી.જે ની આસપાસના ૧૦૦ મીટરના એરિયામાં ધરતી જાણે ધમધમતી હોય તેવું લાગે છે. અને ઘણી વખત તો ઘરમાંથી વાસણો પણ ખખડી અને પડી જતા હોય છે. તેવી ફરિયાદો ઉઠવા પામી છે. ડી.જે વગાડવા વાળા અને જેના ઘરે પ્રસંગ હોય છે તે લોકોને પણ ખાસ આ બાબત પર કન્ટ્રોલ રાખવાની ખાસ જરૂર છે. પરંતુ પોતાના ઘરે પ્રસંગના કેફમાં અને ઘમંડ માં મસ્ત બનેલા લોકો બીજાને પડતી મુશ્કેલી સામે સહેજ પણ વિચાર કરતા નથી અને રાત્રે દોઢ ,બે ,ત્રણ ત્રણ વાગ્યા સુધી ડી.જે વગાડવાનું ચાલુ રાખતા હોય છે. જેના ઉપર સ્થાનિક પોલીસ પણ કોઈ જ પગલાં લેતી નથી પરંતુ ખરેખર આ ડી.જે ના કારણે આસપાસમાં રહેતા લોકોને ખૂબ જ નુકસાન થતું હોય છે.

અને ભારે અવાજ પ્રદુષણ થતું હોય છે. તેમજ અનેક લોકોને કાનમાં સાંભળવાની પણ તકલીફ થઈ જતી હોય છે. હાલમાં જ એક બનાવ એવો બન્યો છે કે જેમાં એક યુવકને ડી.જે ની પાછળ નાચતા નાચતા ભારે અવાજ પ્રદૂષણના કારણે તેને નુકસાન થયું હતું અને તે ધડી પડ્યો હતો અને તેનું મોત થયું હતું જેમાં ડોક્ટરો દ્વારા જાણ કરવામાં આવી હતી કે અવાજ પ્રદૂષણના કારણે આ યુવકનું મોત થયું છે. એવી પણ ઘટના સામે આવી છે તો બીજી તરફ ગર્ભવતી મહિલાઓને પણ ભારે અવાજ પ્રદૂષણના કારણે નુકસાની થવાની પૂરેપૂરી સંભાવનાઓ હોવાનું મેડિકલ સાયન્સ પણ જણાવી રહ્યું છે. તેમજ નાના બાળકો જે ધાવણા બાળકો છે તેમને પણ ભારે નુકસાન કાનના પડદા ને થવાની સંભાવનાઓ રહેલી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા આ ડીજેના ઘોંઘાટને અસહ્ય ઘોઘાટને વહેલામાં વહેલી તકે નિયંત્રિત કરવામાં આવે અને હદ કરતાં વધારે અવાજ ઉપર વગાડતા ડીજેના સંચાલકો સામે અને ઘર માલીકો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉગ્ર બનતી જાય છે. અને તેમની સામે પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે

Advertisement
  • આવા ગીતો ને કારણે સમાજ માં જુવાનીયા છોકરા છોકરી માં ભાગી જવાના અથવા તો આપઘાત કરવાના બનાવો માં વધારો થયેલો જોવા મળેછે
  • આદિવાસી સંસ્કૃતિને લજવતી અશ્લીલ ટીમલીઓ સામે પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠવા પામી છે
  • ડી.જે ઉપરથી વાગતા આવા બીભત્સ અને ડબલ મિનિંગ વાળા ગીતો ઘણી વખત શરમમાં મુકતા હોય છે.
  • મોટા અવાજે મોડી રાત સુધી વગાડવામાં આવતા ડીજે ઉપર નિયમન લાવવું જરૂરી
  • આદિવાસી સમાજમાં ઘણા સમયથી ડી.જે ઉપર વાગતા ડબલ મિનિંગ વાળા ટીમલી ગીતો ઉપર અંકુશ લાવવાની જોરદાર માંગ

Trending

Exit mobile version