Kheda

ભારતીય કિસાન યુનિયન દ્વારા દિવસે વીજ પુરવઠો આપવા માંગ

Published

on

ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં ખેડૂતોને પિયત માટે વીજ પુરવઠો દિવસ દરમ્યાન મળે તેના અનુંસંધાન માં MGVCL કચેરીએ આવેદનપત્ર આપ્યુ હતુ કડકડતી ઠંડી માં રાત્રી ના સમયે વીજ પુરવઠો આપવામાં આવતા ખેડૂતો ને ભારે તકલીફો વેઠવી પડે છે તેમજ ખેડૂતો ના માથે ઝેરી જાનવર તેમજ ડુક્કરો નો પણ ખતરો છે જો દિવસ દરમ્યાન વીજ પુરવઠો આપવા માં આવે તો ખેડૂતો ને રાહત થાય ચુંટણી દરમિયાન સરકારે દિવસ ના વીજળી આપવાના વાયદા કર્યા અને ચુંટણી હતી

ત્યાં સુધી દિવસે વીજ પુરવઠો ફાળવ્યો ત્યારબાદ રાત્રી ના વીજપુરવઠો આપતા ખેડૂતો માં રોષ ફાટી નીકળ્યો હતો જો ધરતીપુત્રો ને દિવસ દરમ્યાન વિજળી ફાળવવામાં નહિ આવે તો ટુક સમયમાં ભારતીય કિસાન યુનિયન ના ખેડૂતો MGVCL ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન કરસે તેવી ચીમકી સાથે નાયબ કાર્યપાલક ઈજનેર ઠાસરાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ આજના કાર્યક્રમ માં ભારતીય કિસાન યુનિયન ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ જગદીશસિંહ ચૌહાણ તેમજ ઠાસરા અને ગળતેશ્વર તાલુકા ના ખેડૂતો હાજર રહ્યા હતા

Advertisement

Trending

Exit mobile version