Panchmahal

હાલોલ-૨ અને મસવાડ જીઆઇડીસી ખાતે અલગ પોલીસ ચોકી બનાવવાની માંગણી

Published

on

(કાદિર દાઢી)

હાલોલ-૨ તેમજ મસવાડ જીઆઇડીસી ખાતે એક અલગ પોલીસ સ્ટેશન ફાળવવામાં આવે તે અનુલક્ષીને હાલોલ-૨ તેમજ મસવાડ જી.આઈ.ડી.સી એસોસિએશન દ્વારા આજ રોજ ડી.વાઇ.એસ.પી વી.જે.રાઠોડ તેમજ રૂરલ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ ને મસવાડ જી.આઈ.ડી.સી ખાતે નવી પોલીસ ચોકી ની ફાળવણી કરવામાં આવે તે અનુલક્ષીને એક આવેદનપત્ર સુપ્રત કરાયું હતું
વધુમાં વાત કરીએ તો હાલોલ-૨ અને મસવાડ જીઆઇડીસી ખાતે હાલમાં આશરે ૫૦૦થી વધુ નાના મોટા એકમો કાર્યરત છે જેમાં ભૂતકાળમાં અવારનવાર નાની મોટી ચોરી,લૂંટફાટ,ધમકી અને મારામારીના બનાવો બનેલ છે અને હાલમાં પણ આવી ઘણીવાર ઘટનાઓ બનેછે જે હાલમાં ચાલુ ઉદ્યોગ તેમજ જેમનું બાંધકામ ચાલુ છે.

Advertisement

તેમને આવી ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે તેમજ ત્યાં થતા અકસ્માત તથા ફેક્ટરી માં થતાં અકસ્માતો જેવી ઘટનાઓ બને છે તે વખતે લોકોને કયા પોલિસ સ્ટેશને હદ લાગે છે અને કયા પોલીસ સ્ટેશન માં જઈને રજૂઆત કરવી તે બાબતે લોકો માં ઘેર સમજ ઉભી થતી હોય છે જે અનુસંધાનને લઈને હાલોલ-2 અને મસવાડ જીઆઇડીસી એસોસિએશન ના પ્રમુખ વિજયભાઈ પટેલ ,ઉપપ્રમુખ પ્રકાશભાઈ પટેલ ,મહામંત્રી પ્રતિકભાઈ વરિઆ તેમજ એસોસિએશન ના બીજા હોદ્દેદારોની ઉપસ્થિતિ માં ડીવાયએસપી વીજે રાઠોડ અને રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર.એ.જાડેજા ને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું જે અંગે પોલીસ અધિકારી ઓએ નવી પોલીસ ચોકી માટે ઉપલા અધિકારીઓને જાણ કરી નીર્ણય લેવામાં આવશે ની હૈયાધારણા આપી હતી

Advertisement

Trending

Exit mobile version