Connect with us

Chhota Udepur

દિલ્હી પંજાબની જેમ ગુજરાતમાં પણ ૩૦૦ યુનિટ મફત આપવા ‘આપ’ ની માંગ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

સ્માર્ટ મિટરનું કનેક્શન MGVCL કાપશે તો ‘આપ’ છેડા આપશે

Advertisement

સમગ્ર ગુજરાતમા સ્માર્ટ મીટરના વિરોધ દર્શાવતા આવેદન એમજીવીસીએલ, પીજીવીસીએલ, ડિજિવીસીએલ અને યુજીવીસીએલ ની કચેરીઓમાં અને કલેક્ટર કચેરીઓમાં આપવામાં આવ્યાં છે ધરણાઓ કરવામાં આવે છે જેની સાથે છોટાઉદેપુર જિલ્લા આપ પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા સંમિલિત થયા હતા.

છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાની ઉપસ્થિતિમાં તેઓના કાર્યકરો સહીતે સ્માર્ટ મીટરના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને તેઓએ દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક ૩૦૦ યુનિટ વીજળી મફત આપવા માંગ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ગરીબો માટે નુકસાન દાયક છે. કારણકે જે વિજમીટર મા બે માસનું વીજ વપરાશ બિલ આવતું હતું તે માત્ર એક સપ્તાહમાં આવે છે આ સ્માર્ટ મીટરથી સેલ કંપનીઓ અને સરકારને માત્ર લાભ છે જેથી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી ગરીબ, મધ્યમ વર્ગને નુકસાન કરતા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા માંગ કરી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!