Gujarat

કડાણા તાલુકાના કેળામુળ તલાવને કડાણા ડાબાકાંઠા મુખ્ય નહેરના પાણીથી ભરવાની માંગ

Published

on

કડાણા તાલુકામાં આવેલ કેળામુળ ગામ તલાવ ચોમાસામાં પણ વરસાદ ના પાણી થી નહીં ભરાતાં આ તલાવ હાલ પાણી વગર સુકુભઠઠ ભાસી રહેલ છે. આ કેળામુળ તલાવ થી માત્ર બે કીલોમીટર દુર કડાણા ડાબા કાંઠા મુખ્ય નેહર આવેલ છે. જે આ નહેરના પાણી થી કેળામુળ નું તલાવ ભરવાની માંગ આ વિસતારની ગ્રામજનો ને ખેડુતો ની છે. આધારભૂત રીતે મળતી માહિતી મુજબ આ કેળામુળ તલાવ ને કેએલબીસી નહેરના પાણી થી ભરવાની અંદાજીત રુપિયા ચાર કરોડના ખચઁ વાળી યોજના છે ને આ આ કામ અંગે ની જરુરી દરખાસ્ત પલાનએસટીમેંનટ સહીતની જરુરી મંજુરી અથેઁ સરકાર માં વિભાગ દ્વારા મોકલવામાં આવેલ છે.

પરંતુ આ દરખાસ્ત ને સરકાર માંથી હજુ સુધી જરુરી વહીવટી મંજુરી નહીં મલતાં આ કામગીરી ના ટેંનડર ની કાયઁવાહી થઈ શકેલ નથી. ને વહીવટી મંજુરી નહીં મલતાં આ કામગીરી અટવાઈ ગયેલ જોવાં મળે છે. સરકાર દવારા ને વિભાગ દ્વારા કેળામુળ તલાવ ભરવાની કામગીરી ની દરખાસ્ત ને વહીવટી મંજુરી વહેલી તકે આપી ને આ કામગીરીના ટેન્ડર બહાર પાડવામાં આવે ને આ કામગીરી વહેલી તકે શરુ વિભાગ દ્વારા કરાય તે અંગે ઊચ્ચસતરે રજુઆતો કરાયેલ છે.

Advertisement

અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

Advertisement

Trending

Exit mobile version