Surat
સુરત માં વરાછા વિસ્તાર ની 50 વર્ષ જૂની અશોકનગર ઝૂંપડપટ્ટીમાં ડિમોલિશન,
સુરતનાં વરાછા વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે આવેલી અશોકનગર ઝૂંપડપટ્ટીમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આજે સવારથી જ તંત્રની ટીમ અહી પહોચી હતી અને ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ પોલીસ બંદોબસ્ત પણ અહી ખડકી દેવામાં આવ્યો હતો.સ્થાનિક અશ્વિનભાઈ ભાડદિયાએ જણાવ્યું કે, અમે અહી છેલ્લા 40 વર્ષથી રહીએ છીએ.આ વસ્તી 50 વર્ષ જૂની છે. કોર્પોરેશને અમને કોઈ વ્યવસ્થા કરી આપી નથી. અમે આ વસ્તીને બચાવવા માટે ખૂબ મહેનત કરી હતી. અમુક જગ્યાએ રેલવે ટ્રેકથી 15થી 17 ફૂટ સુધી રેલવેની જગ્યા હોવાના નિશાન કરવામાં આવેલા છે. આ નિશાનો જોયા વગર જ આ આખી ઝૂંપડપટ્ટી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહી 50 વર્ષથી 576 ઘર રહેલા છે. હું પણ નાનપણથી અહી રહ્યો છું,
હાલમાં પરિસ્થિતિ એવી થઇ ગઈ છે કે, પાટા ઉપર સમાન લઈને લોકો બેઠા છે. અમારી વાત સાંભળવા કોઈ રાજી નથી. અમારું નિવેદન છે કે, અમે પણ ભારતીય નાગરિક છીએ અને અમને પણ જીવવાનો અધિકાર છે. અમે અપીલ કરીએ છીએ કે, અમારી સામે જુઓ, અમે બેઘર થઇ ગયા છીએ, અમારું કોઈ રહેવાનું હવે ઠેકાણું નથી. હાલ આ પરિસ્થિતિ વચ્ચે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.રેલવે DySP ડીએચ ગોરે જણાવ્યું કે, અહી ઝૂંપડપટ્ટીનો ડિમોલિશન કરવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત તેમજ રેલવે તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અહી 450 જેટલા મકાનો છે, તે તમામનું આજે ડિમોલિશન કરવામાં આવનાર છે. છેલ્લા બે ત્રણ મહિનાથી લોકો સાથે સંવાદ ચાલતો હતો અને તેમને સમજાવીને શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશન થઇ રહ્યું છે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત