Panchmahal

દેવગામ પાટીયા ગામે અતિ પૌરાણિક હિમજા માતા ના પાટોત્સવની ધામધૂમ થી ઉજવણી

Published

on

દેવગામ પાટીયા ગામે અતિ પૌરાણિક મંદિરમાં બિરાજમાન શ્રી હિમજા માતા નો પાટોત્સવ મહાસુદ 14 થી એકમ સુધી ભક્તિ ભાવ અને આસ્થા સાથે ઉજવવામાં આવે છે હાલોલ ઝારોલા જ્ઞાતિ અને ઝારોલા બ્રાહ્મણોની કુલદેવી મા હિંદજાની પાટીયા ગામે ઉજવણી કરવામાં આવે છે પાટોત્સવમાં અસંખ્ય વણીકો અને બ્રાહ્મણો ઉપસ્થિત રહી માતાના પાટોત્સવને શોભાવે છે નાના એવા ગામમાં અતિ પૌરાણિક સ્થાનક માં બિરાજતા માં હીમજા ની કૃપા ઝારોલા જ્ઞાતિ પર સતત વરસતી રહે છે માં હિંજાનું પ્રાગટ્ય ઝારોલ ગામમાં થયું હોવાથી તેઓ ઝારોલા વણીક અને ભૂદેવોના કુલદેવી તરીકે પૂજવામાં આવે છે પાટોત્સવના ત્રણ દિવસમાં મહા સુદ ચૌદસના દિવસે પ્રથમ ભૂદેવોનું હવન થાય છે જેમાં સૌથી વધુ ઉછમણી બોલનાર ભૂદેવનો પરિવાર પૂજામાં બેસે છે મહાસુદ પુનમને દિવસે વૈષ્ણવ વણિકો માટે હવન ફાળવવામાં આવે છે જેમાં જે પરિવાર ની સૌથી વધુ ઉછમણી બોલે તેને હવનમાં બેસવાનો અધિકાર તે વર્ષ પૂરતો મળે છે

આ ઉપરાંત પડવા ના દિવસે માં હિમજાની શોભા યાત્રા પાટીયા ગામમાં નગરચર્યા કરે છે તે વખતે ગામના લોકો માતાજીને તેમની ઈચ્છા પ્રમાણે પોતાના ઘરમાં પધરામણી કરાવે છે અને પોતાની જાતને ધન્ય માને છે નાના એવા ગામમાં સગવડતા ના અભાવ વચ્ચે પણ અત્યાર સુધી માતાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવતો હતો પરંતુ છેલ્લા બે એક વર્ષથી ધર્મશાળામાં અને મંદિરમાં અસંખ્ય સુધારા વધારા કરતા સગવડતામાં વધારો કરેલ છે તદુપરાંત નાના ગામમાં પધારતા અસંખ્ય ભક્તોની સગવડતા સાચવવાની પણ અગવડતા હતી અને છે છતાં પણ ટ્રસ્ટીઓ દ્વારા પાટણ અથવા તો રાધનપુર થી નાની નાની વસ્તુઓ યાદ રાખીને મંગાવીને ભક્તોની સગવડતા સાચવવાનો પ્રયાસ કરે છે જે ખરેખર સરાહનીય છે ભક્તો માટે પાટોત્સવ પ્રસંગે ત્રણે ત્રણ દિવસ મહાપ્રસાદનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ભક્તો દ્વારા આપવામાં આવતા ભેટ દ્વારા દાન દ્વારા પાટોત્સવનું સંપૂર્ણ આયોજન પૂર્ણ થાય છે તથા આ આયોજનમાં ભક્તો દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવે છે જેને માતાજીના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સરાહવામાં આવે છે જય હિમજા

Advertisement

Trending

Exit mobile version