Connect with us

Panchmahal

નાયબ પોલીસ અધિક્ષક તેમજ રાજગઢ પોલીસ નો બૂટલેગરો ઉપર સપાટો

Published

on

Deputy Superintendent of Police and Rajgarh Police on the bootleggers

ઘોઘંબા તાલુકાના રણજીત નગર ગામે રહેણાક મકાનમાંથી 2,29,620 નો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાન નિરીક્ષક તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓને સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લામાંથી દારૂની બધી ને નાબૂદ કરવાના ભાગરૂપે રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ એલ ગોહિલ પોતાના સ્ટાફ સાથે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

Advertisement

Deputy Superintendent of Police and Rajgarh Police on the bootleggers

તે દરમિયાન તેઓને બાતમી મળેલ કે રણજીત નગર થી ચેલાવાડા જતા રસ્તા ઉપર નવાવાસીયા ફળિયા માં રહેતા દર્શનભાઈ મંગળિયા ભાઈ રાઠવા તથા સંજયભાઈ દર્શનભાઈ રાઠવા તથા પ્રકાશભાઈ ચતુરભાઈ બારીયા નામના ઇસમો ભેગા થઈ અને દર્શન રાઠવા ના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવીને સંતાડી રાખ્યો હોવાની બાતમી મળતા રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ એલ ગોહિલ ના ઓ એ હાલોલ ના નાયબ પોલીસ અધિક્ષક વિજય રાઠોડ નાઓ સાથે પોતાના સ્ટાફને સાથે રાખી બાદમે વાળી જગ્યા ઉપર રેડ કરતા દર્શનભાઈ મંગળિયા ભાઈ રાઠવાના રહેણાંક મકાનમાં થી જુદા જુદા પ્રકારની ઇંગ્લિશ દારૂની બોટલો તથા દારૂના કોટરીયા તથા ટીન બિયર સહિતનો જથ્થો મોટી સંખ્યામાં મળી આવ્યો હતો જે દેખીને પોલીસ પણ ચોકી ગઈ હતી ઝડપાયેલ દારૂના જથ્થાને ગણતરી કરતા કુલ રૂપિયા 2,39,620 નો પ્રોહી મુદ્દા માલ મળી આવ્યો હતો તેમજ સ્થળ ઉપરથી મળેલ મોબાઈલ ફોન કબજે લેતા જેની કિંમત ₹5,000 મળી કુલ ₹2,34,620 નો મુદ્દા માલ કબજે લીધેલ હતો તેમ જ ત્રણ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Deputy Superintendent of Police and Rajgarh Police on the bootleggers

આમ હાલોલ ના નાયબ પોલીસ અધિક્ષક વિજય રાઠોડનાઓની સંયુક્ત કામગીરીમાં રાજગઢ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક વિજય રાઠોડ સાથે રાજગઢ પીએસઆઇ એમ એલ ગોહિલ તથા અધિક હેડ કોન્સ્ટેબલ કીર્તેશકુમાર નટવરભાઈ રાજેન્દ્રસિંહ બાબુભાઈ તથા ધર્મેન્દ્રસિંહ ગુલાબસિંહ ના હોય ટીમવર્કથી પ્રસંશનીય કામગીરી કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પ્રતિનિધિ દિનેશ ભાટિયા ઘોઘંબા

Advertisement
error: Content is protected !!