Chhota Udepur
ગડોથ પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષકનુ તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

(કાજર બારીયા દ્વારા)
છોટાઉદેપુર ખાતે દરબાર હોલમાં શિક્ષક દિનની ઉજવણી કાર્યક્રમ માં જિલ્લા તથા તાલુકામાં સારી કામગીરી કરનાર શિક્ષકોને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ,, ડી.ઈ.ઓ ક્રિષ્નાબેન પાંચાની, ડી પીઓ ઇમરાન સોની, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રતિનિધિ મુકેશ પટેલ તેમજ અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગામની એસ. એમ.સી તેમજ અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકાના પાંધરા ગૃપની ગડોથ પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા રાઠવા ઉદયસિંહ રતનસિંહ તેઓને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જે છોટાઉદેપુર જિલ્લાનું, બોડેલી તાલુકાનું, ગડોથ પ્રાથમિક શાળાનું,, જીવનપુરા ગામનું, અને સમાજનું ગૌરવ વધાર્યુ હતું