Panchmahal
ડેરોલ સ્ટેશનનાં ખોરંભે પડેલા બ્રિજ અને કોરોના પછી બંધ ટ્રેનનાં પ્રશ્નોની રેલ્વે મંત્રી ને રજુઆત
(વિરેન્દ્ર શાહ દ્વારા)
કાલોલ ડેરોલસ્ટેશનનાં ખોરંભે પડેલા બ્રિજ અને કોરોના પછી ડેરોલ.જં પર સ્ટોપેજ ટ્રેનો ને પુનઃ શરૂ કરવા અને સ્ટોપેજ આપવા પંચમહાલ જિલ્લા સાંસદ રતનસિંહ રાઠોડ અને ભાજપા નાં કાર્યકરો દિલ્હી પોંહચી રેલ્વે મિનિસ્ટર અશ્વિનકુમાર સાથે મુલાકાત કરી અને ડેરોલસ્ટેશનના બંને ખોરંભે પડેલા કર્યોને લઈ પ્રજાને સર્જાતી મુશ્કેલીઓનું ઝડપી નિરાકરણ માટે લેખિતમાં રજુઆત કરતાં રેલ મિનિસ્ટર એ તાત્કાલિક નિર્ણય અમલી કરવા માટેની ખાત્રી આપી.કાલોલ પાંડુ રોડ પર અંદાજે પાંચ વર્ષ પહેલા નિતિનભાઈ પટેલ નાં હસ્તે ડેરોલસ્ટેશન ખાતે ઑવર બ્રિજનું ખાદ્યમુહર્ત કરી બ્રિજની કામગરી શરૂ કરવામાં આવી હતી.પરંતુ કેટલીક અટકળો ઉપસ્થિત થતા છેલ્લા વર્ષોથી બ્રિજ કાર્ય ખોરંભે પડેલ છે. જેના કારણે આસપાસનાં વાહન ચાલકોને મુશ્કેલીઓ સર્જાતા વૈકલ્પિક રાહમાં ડેરોલસ્ટેશન ખાતે અંડર ગ્રાઉન્ડ નાળાની માંગ ઉડતા તાબડતોબ અંડર ગ્રાઉન્ડ નાળુ તૈયાર કરતા હાલ ઑવરબ્રિજની કામગીરી ખોરંભે પડેલ પરીસ્થિતિમાં છે. તદુપરાંત કોરોના દરમ્યાન વડોદરા ગોધરા દાહોદ રેલ્વે ટ્રેક પર દોડતી કેટલી ટ્રેનો બંધ કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરોને અનેક મુશ્કેલીઓ સર્જાતી હોય છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ પ્રસિદ્ધિ પાવાગઢ ખાતે આવતા ભક્તો અને તાજપુરા ખાતે આંખોનાં દર્દીઓની અવર-જવર કરતાં તેમજ ગોધરા અને વડોદરા ખાતે નોકરી કરતાં સ્થાનિક અને તાલુકાનાં કેટલાંક ગામડાના લોકોને ટ્રેનની મુસાફરી સરળ થતી હતી. ઉલ્લેખનિય એ છે કે હાલ દિલ્હી-મુંબઈ ઇન્ટરનેશનલ રોડની મળેલ એન્ટ્રીને લઈ બ્રિજની કામગરી ઝડપી પડે શરૂ કરી દેવામાં આવે તો કાલોલ નાં ઔદ્યોગિક એકમોને પણ વેગ મળે તેમ છે. તંદુપરાંત વડોદરા,ગોધરા, દાહોદ રેલ્વે ટ્રેક પર મેમુ, ઇન્ટરસિટી ટ્રેન પુનઃ શરૂ કરી અને પશ્ચિમ એક્ષપ્રેસ નું સ્ટોપેજ આપવામાં આવે તો કાલોલ તેમજ આસપાસ ગામોનાં લોકોને મુસાફરી સરળ અને વિકાસ પણ વધી શકે તેમ છે. જેના કારણે કાલોલ તાલુકાના ડેરોલસ્ટેશનનાં બંને પડતર પ્રશ્નોનો તાત્કાલીન નિરાકરણ લાવવા સ્થાનિક કાલોલનાં ભાજપના કાર્યકરો યોગેશભાઈ પંડ્યા, વિનોદભાઈ બ્રહ્મભટ્ટ,જયપાલસિંહ રાઠોડ, તેમજ જયદીપ સોની અને દીગ્નેશ પરીખ દ્વારા પંચમહાલ જિલ્લા સાંસદ રતનસિંહ રાઠોડને રજુઆત કરી પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ સહિત કાર્ય કરો દિલ્હી રેલ્વે મિનિસ્ટર પાસે પોહયાં હતાં. પંચમહાલના ભાજપના કાર્યકરો દ્વારા દિલ્હી રેલ્વે મિનિસ્ટરને તમામ પ્રશ્નો ને લઇ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેની રેલ્વે મિસ્ટર અશ્વિનકુમારએ ડેરોલસ્ટેશનનાં પ્રશ્નોને હલ કરવાનો તાત્કાલિક નિર્ણય કરી અમલ કરવાની ખાત્રી આપી હતી.