Gujarat
જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્ધારા ત્વચારોગ ચિકિત્સા શિબિર યોજવામાં આવી
જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન સાવલી, એલઆઈસીના સહયોગથી, દૂરના ગામડાઓમાં આવશ્યક આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવાના હેતુથી વિશેષ ત્વચારોગ ચિકિત્સા શિબિર યોજવામાં આવી હતી. ડૉ. કલ્પેશ પ્રજાપતિ, ત્વચારોગ નિષ્ણાંત એમડી, તબીબી ટીમનું નેતૃત્વ કર્યું અને ચોક્કસ ત્વચારોગ સંબંધી કેસોને સંબોધિત કર્યા, નિર્ણાયક સંદર્ભો અને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું . જેમાં કંપની નજીક આવેલા કારચીયા , ગોઠડા , સામંતપુરા, પસવા અને જુના સમલાયા ગામોને આવરી લેવામાં આવ્યાં હતા . આ આરોગ્ય શિબિર એકટોમ્બર થી ડિસેમ્બર 2023 સુધીમાં ગામના દર્દીઓ ને આરોગ્યલક્ષી સેવાઓ આપવામા આવી.
ડૉ. કલ્પેશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ, આ કેમ્પમાં આ અંતરિયાળ વિસ્તારોમાંથી કુલ આશરે 400 થી વધારે વ્યક્તિઓએ સફળતાપૂર્વક ચકાશની કરવામાં આવી. જેમાં નિર્ણાયક ત્વચારોગ સંબંધી સંભાળ અને દવાઓ આપવામાં આવી હતી. આ પહેલ જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન સાવલી અને LIC ની સેવાથી વંચિત સમુદાયોમાં આરોગ્યસંભાળની જરૂરિયાતોને સંબોધિત કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે