Vadodara
ડેસર હાઈસ્કૂલ ખાતે ડેસર તાલુકા કક્ષાનો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવાયો…
તાલુકા વિકાસ અધિકારીની કચેરી, મામલતદારની કચેરી, આરોગ્ય વિભાગ, આયુષ વિભાગ, નહેરુ યુવા કેન્દ્ર અને શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલ, NSS વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ડેસર તાલુકા કક્ષાનો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
તાલુકા વિકાસ અધિકારી તેજસભાઈ પટેલ, મામલતદાર કે. એસ. મકવાણા, નાયબ મામલતદાર ભરતભાઈ વાળંદ તાલુકા પંચાયત સદસ્ય નિલેષભાઈ પટેલ, તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલજી, આયુષના ડૉ. નિલેષભાઈ જેઠવા, શાળાના આચાર્ય શૈલેશ એમ. માછી વગેરેની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણીમાં પ્રાથમિક શાળાના શિક્ષકો, તલાટીઓ, ડેસર વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો, મધ્યાહન ભોજન સંચાલકો, પોલીસ- હોમગાર્ડ અને GRD કર્મચારીઓ, રાજકીય આગેવાનો, આરોગ્યના કર્મચારીઓ, ડેસરના નગરજનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વગેરે મળીને કુલ- ૬૯૨ વ્યક્તિઓએ સામૂહિક યોગ કર્યા હતા.
‘યોગા ફોર વસુધૈવ કુટુંબકમ’ ની થીમ પર યોગા ટ્રેનર પાયલબેન મહિડા, રાહુલભાઈ ત્રિવેદી, કિશનભાઈ ગોહિલ દ્વારા ૐ કાર- પ્રાર્થના, સૂક્ષ્મક્રિયાઓ, ઊભા- બેઠા- પેટના આસનો, કપાલભાતી, ધ્યાન વગેરે કરાવવામાં આવ્યું હતું. યોગ દિનની ઉજવણી વખતે સમગ્ર વાતાવરણ યોગમય થઈ ગયું હતું. અંતે આયુષના ડૉ. નિલેષભાઈ જેઠવા અને આચાર્ય શૈલેશ એમ. માછીએ યોગ દિવસની ઉજવણી, જીવનમાં યોગનું મહત્વ, યોગનો એક દિવસ નહિ પણ પોતાના માટે દરરોજ યોગ કરવા જોઈએ તે બાબત પર ભાર મૂકી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
ડેસર તાલુકા કક્ષાનો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણીને સફળ બનાવવા બદલ ઉપસ્થિત તમામનો શાળાના આચાર્ય શૈલેશ એમ. માછીએ આભાર વ્યક્ત કર્યો હતો. અંતે સૌ અમૃતપાન કરીને છૂટાં પડ્યાં હતાં.
સ્વસ્થ શરીર….. સ્વસ્થ મન….. સુખદ જીવન….