Editorial
મકાઈ,જુવાર અને રાજગરાની ધાણી સાથે દેશીગોળ કે ખજૂર એટલે શક્તિ હાજરાહજૂર
(સુરેન્દ્ર શાહ દ્વારા)
આપણા દરેક તહેવારમાં વિજ્ઞાન રહેલું છે પરંતુ આપણે તે વિજ્ઞાનને ઓળખી શક્યા નથી એ આપણી સૌથી મોટી ભૂલ છે હોળીના તહેવારમાં જુવારની ધાણી,મકાઈની ધાણી અને રાજગરાની ધાણી ખાવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે જેનું આરોગ્યલક્ષી ખૂબજ મહત્વ છે તે જાણીને સમજીને જીવનમાં ઉતારીને અમલ કરશો તો આપને જરૂર ફાયદો થઈ શકે છે
જુવારની ધાણી:
ઘઉં કરતા જુવારમાં 100 ઘણી શક્તિ રહેલી છે,જુવારમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, લોહતત્વ ભરપૂર માત્રામાં રહેલું છે, જે એન્ટીઓક્સીડેન્ટ પણ છે, ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ માટે શ્રેષ્ઠ ગણાય છે,પાચનશક્તિ મજબૂત કરે છે, વજન કંટ્રોલ કરે છે, સોજા ઉતારવામાં મદદરૂપ થાય છે,હાડકા અને દાંતને મજબૂત કરે છે, હરસ મસા જેવા દરદોમાં ખૂબ જ ફાયદાકારક છે, પ્રોટીન ભરપૂર માત્રામાં છે, કેન્સરનું જોખમ ઘટાડે છે, કોલેસ્ટ્રોલ નિયંત્રિત રાખે છે તેમજ શક્તિવર્ધક છે
મકાઈની ધાણી:
મકાઈમાં વિટામીન A, B 1,B12,વિટામીન સી, ઈ તેમજ ખનીજ કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક,ફોસ્ફરસ, સોડિયમ,આયર્ન અને કોપર જેવા તત્વો રહેલા છે,ગ્લુકોઝ પણ મકાઈમાંથી બને છે
કેન્સર થવાની શક્યતા ઘટાડે છે, એનિમિયાથી બચાવે, વજન કંટ્રોલ કરે, હાડકાંને મજબૂત કરે,આંખોની રોશની વધારે,ચામડીને મુલાયમ બનાવે, શક્તિનો ખજાનો, ઉધરસમાં ફાયદાકારક છે
મકાઈની ધાણી,રોટલા બનાવીને ખાવાથી અનેક રોગથી બચી શકાય છે
રાજગરાની ધાણી:
વિશ્વની સૌથી શક્તિશાળી ધાણી એટલે રાજગરાની ધાણી અને તેમાંય જો દેશી ગોળ સાથે ખાવામાં આવે તો તે શક્તિનો ભંડાર બની જાય છે રાજગરો ખાશો તો “રોગજરા” પણ નહિ આવે,કુદરતી સ્ટીરોઈડ ફકત રાજગરામાં જ રહેલું છે
રાજગરાને અંગ્રેજીમાં એમરંથ કહેવામાં આવે છે જેનો અર્થ મૃત્યુની સંભાવના ઓછો કરતો પદાર્થ તરીકે ઓળખાય છે રાજગરામાં પ્રોટીન ખનીજ વિટામીન સી વિટામિન ઈ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, લાયસીન, કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે રાજગરાનું સેવન કરવાથી ચામડીના રોગ, આંખની રોશની વધારે,વા અને સાંધાના દુ:ખાવા દૂર કરે,કફ અને પિત્તને શાંત રાખે, વાળ મજબૂત બનાવે, હૃદય અને મગજની શક્તિ વધારે, લિવરની તાકાતમાં વધારો કરે, ડાયાબિટીસ કંટ્રોલ કરે રાજગરાની ધાણી,શીરો,સુખડી બનાવીને ખાવાથી શરીર મજબૂત બને છે
આરોગ્યની ગુરુ ચાવી એટલે,,મકાઈની ધાણી,જુવારની ધાણી અને રાજગરાની ધાણી આ ત્રણેને સરખી માત્રામાં લઈને તેને મિક્સરમાં ક્રશ કરીને તેમાં દેશીગોળનો પાવડર કે દેશીગોળ નાખીને નિયમિત ફકત બે મોટી ચમચી ખૂબજ ચાવીને ખાવાથી કોલેસ્ટ્રોલ,બીપી,વા સાંધાના દુઃખાવા,ચામડીના રોગથી બચી શકાય,આંખોની રોશની વધે,મગજ અને હદય સંબંધી બિમારીઓ દૂર કરે,લિવરને સાફ રાખે,વજન કંટ્રોલ કરે,એનિમિયાથી બચાવે,કેન્સરથી દૂર રાખે,કફ અને પિત્તને શાંત રાખે,,,તો આવો,, જાગ્યા ત્યારથી સવાર સમજીને આજથી જ આપણે કુદરતના સાનિધ્યમાં જીવવાનું ચાલુ કરીએ અને જીવનના છેલ્લા શ્વાસ સુધી નિરોગી રહેવા પ્રયત્ન કરીએ બહારના ઠંડાપીણાં અને બહારનું ખાવાનું સદંતર બંધ કરીને શરીરને રોગમુક્ત રાખીએ કુદરતે વનસ્પતિમાં ઠાંસી ઠાંસીને આયુર્વેદ ઔષધ ભરીને આપ્યું છે છતાં આપણે સમજી શકતા નથી અને દુનિયાભરના કચરા જેવા ખોરાક ખાઈએ છીએ એટલે જીવનભર એલોપથી ગોળીઓ ખાઈને જીવવા છતાં અનેક પ્રકારના રોગ લઈને ફરવું પડે છે
બસ થોડી જીવનશૈલી બદલો અને જીવનભર નિરોગી રહો
આયુર્વેદ આપનું પેટ અને પાકીટ બન્ને સાચવશે