Ahmedabad
નવાવર્ષની પ્રથમ પૂર્ણિમા દેવદિવાળીની મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટય ધામ ખેડામાં પરમોલ્લાસભેર કરાઈ ઉજવણી…
હિન્દુઓના નવા વર્ષની શરૂઆત દેવ દિવાળી તહેવારથી કરવામાં આવે છે. દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે જે દિવાળીના ૧૫ મા દિવસ પછી ઉજવાય છે. દેવ દિવાળીનો તહેવાર પૌરાણિક કથાઓ ઉપરથી ઉજવાય છે. દિવાળી એ સ્વચ્છતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે અને તેના અંતિમ ચરણમાં ‘દેવદિવાળી’ એ જાણે આ મહાપર્વના સમાપન રૂપે ઉજવાય છે! દેવ દિવાળીના દિવસે અનેક પવિત્ર કામ કરવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દીપદાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. એવું કહેવાય છે કે આ દિવસે કાશીના ગંગા ઘાટ પર દેવતા દિવાળી મનાવવા આવે છે. આ માટે દેવ દિવાળીના દિવસે કાશીના ગંગા નદીના ઘાટને દીવાઓથી સજાવવામાં આવે છે.
દેવ દીપાવલી દરમિયાન, ઘરોને તેના આગળના દરવાજા પર તેલના દીવા અને રંગીન ડિઝાઇનથી સજાવવામાં આવે છે. રાત્રે ફટાકડા સળગાવવામાં આવે છે અને ઘરની બહાર લેમ્પ્સ મૂકવામાં આવે છે. લોકો દેવદિવાળીનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવે છે. આપણી પરંપરા અને સંસ્કૃતિને જાળવવાની જવાબદારી આપણી જ છે. માટે પરંપરાગત તહેવારો અને ઉત્સવોની માત્ર ઉજવણી કરી તેની મજા લેવાને બદલે આજની પેઢીને એ તમામ ઉજવણી પાછળનું મહત્ત્વ પણ સમજાવવામાં આવે તો તેઓ પશ્ચિમી સંસ્કૃતિની પાછળ ઘેલા થવાને બદલે આપણી સંસ્કૃતિને પસંદ કરશે અને આપણી સંસ્કૃતિ બચાવી શકાશે.
સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશ પરંપરાના ચતુર્થ વારસદાર સનાતનધર્મસમ્રાટ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની પ્રાગટ્ય ભૂમિ ખેડામાં વિક્રમ સંવત ૨૦૮૦ ના કાર્તિક સુદ પૂનમની ઉજવણી પરમોલ્લાસભેર કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ તથા જીવનપ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણની મહાપૂજા, રાયણ વાંચન, કીર્તન ભક્તિ, નાન વડીલોના પ્રવચન, સંતવાણી તથા પરમ પૂજય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ, મહાપ્રસાદ સહિતના અનેકવિધ આધ્યાત્મ સભર કાર્યક્રમો યોજાયો હતો.