Panchmahal
વિકસિત ભારત સંકલ્પ યાત્રા, રીંછીયા ગામે “વિશ્વ જમીન દિવસ”ની ઉજવણી કરાઈ

ગોધરા, મંગળવાર:હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને આજરોજ “વિકસીત ભારત સંકલ્પ યાત્રા”ના રથની ઉપસ્થિતિમાં ઘોઘંબા તાલુકાના રીંછીયા ગામે “વિશ્વ જમીન દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ જમીન દિવસ નિમિત્તે પંચમહાલ મદદનીશ ખેતી નિયામક ડી.ડી. સોલંકી દ્વારા જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટીના નમુના લઇ તેનુ જમીન ચકાસણી પ્રયોગશાળામાં પૃથક્કરણ કરી સોઈલ હેલ્થ કાર્ડ થકી તેમાં કરેલ ભલામણ મુજબ ખેડૂતો તેમના ખેતરમાં માત્ર ખૂટતા જ તત્ત્વો ઉપયોગ કરે તે અંગે માહીતી આપવામાં આવી હતી.
આ સાથે પ્રાકૃતિક કૃષિનું મહત્વ તથા તાજેતરમાં આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલુ થયેલ ટ્રેકટર સહાય યોજનાનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખેતરમાં ડ્રોન દ્વારા નેનો યુરીયાના છંટકાવનું નિર્દશન કરાયું હતું.યાત્રા અંતર્ગત ખેડૂતોએ સરકારની યોજનાઓનો બહોળી સંખ્યામા લાભ લીધો હતો.