Uncategorized
જેતપુરપાવી વિધાનસભા મત વિસ્તારમાં વિકાસ રોકેટ ગતિએ: ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૬
જેતપુર પાવી વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાનાં હસ્તે ૨૨૧.૯૮ લાખના કુલ ૬ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. રસ્તાઓ નવા નક્કોર બન્યા બાદ સ્થાનિકોની સુવિધાઓમાં વધારો થશે તેમ ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ જણાવ્યુ હતું.
દિવાળીનો તહેવાર પૂર્ણ થયા બાદ ફરી એકવાર પૂરજોશમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાનાં હસ્તે આજરોજ ૨૨૧.૯૮ લાખના કુલ ૬ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક આગેવાનો તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ તકે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, જનસેવા કામોના યજ્ઞને જન જન સુધી ઊજાગર કરવાનું અમારું આ અનુષ્ઠાન છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કરોડના વિકાસ કામોની આદીવાસી જનતા જનાર્દનને મુખ્યમંત્રીનાં હસ્તે ધરેલી ભેટ જે કહેવું તે કરવું ની વિચારધારાને પ્રગટ કરે છે તેવો મત વ્યકત કર્યો હતો. આ સંદર્ભમાં ધારાસભ્ય જણાવ્યું કે, અમારી સરકારમાં કોઇ પણ કામની બજેટ જોગવાઇ, ટેન્ડર પ્રસિદ્ધિ, એજન્સી ફિકસ થવી અને ઝડપી-વેળાસર તે કામ પૂર્ણ થાય એવી કાર્યપદ્ધતિ વિકસાવી છે. એટલે જ જેના ખાતમૂર્હત અમે કરીયે તેના લોકાર્પણ પણ અમારા સમયમાં જ થાય છે. જનસેવાની અમારી પ્રતિબદ્ધતા છે. તેમણે જણાવ્યું કે, લાઇટ, પાણી, ગટર, રસ્તા જેવી માળખાગત સુવિધાઓના કામોથી આગળ વધી હવે સ્માર્ટ સિટીઝ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ અને ઇઝ ઓફ લીવીંગ – હેપીનેસ ઇન્ડેક્ષની દિશામાં સૌના સાથ સૌના વિકાસ મંત્રથી જનહિત કામોને દશેદિશાએ વેગવંતા બનાવ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.