Chhota Udepur
આંબાખુટના હનુમાનજી મંદિરમાં ભક્તો ‘રામ’ ભક્ત બન્યા; શાળાના બાળકો સાથે ભવ્ય ઉજવણી કરી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં આજે રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે મહોત્સવ અયોધ્યામાં છે પરંતુ ઉત્સવ છોટાઉદેપુરમાં હોય તેવો અનેરો માહોલ અને ઉમંગ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. જય શ્રી રામના નાદ ગુજી ઉઠ્યાં છે. જય શ્રી રામના ગીતો વાગી રહ્યા છે, સમગ્ર વાતાવરણ રામમય બની ગયુ હોય તેવું લાગી રહ્યું છે. છોટાઉદેપુર શહેર આજે સ્વયંભૂ બંધ છે.
જેતપુરપાવી તાલુકાના આંબાખુટ ગામ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ગામના તમામ ફળીયામાં ફરી હતી મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા અને જય શ્રીરામના નાદ ગુજી ઉઠ્યાં હતા. સમગ્ર વાતાવરણ રામમય બનાવ્યું હતું. ત્યારબાદ ગામના હનુમાનજી મંદિરે ભગવાન શ્રી રામની વિશેષ આરતી કરવામાં આવી હતી.
કુંડલ ગામે પટેલ ફળિયા હનુમાનજી મંદિરથી કુંડલ ઘાટા લુનાજા ચેથાપુર મુઠાઈ ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા હનુમાનજી મંદિર થી નીકળી માજી સરપંચ રાકેશભાઈ ચીમનભાઈ ના ઘર સુધી પહોંચી હતી. અને ત્યાં
શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા અંતગર્ત લાઇવ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. વિશાળ સંખ્યામા રામ ભક્તોએ ઉપસ્થિત રહ્યાં હતાં.