Gujarat
ભગવાનની સ્થાપનામાં ભક્તો ભુલાયા રાજકીય લાભ લેવા ઉતાવળા નેતાઓએ વિધિ પતાવી
ઘોઘંબા ફાટકે આદિવાસીઓના ભગવાન બિરસામુંડાની પ્રતિમાની સ્થાપના કરવાની હોય આજે તેનું ખાતમુહૂર્ત થયું હતું જેમાં સમાજના બળવા કે અન્ય આગેવાનોની ઉપેક્ષા કરી રાજકીય લાભ મેળવવા ઉતાવળા થયેલા પાંચ જેટલા નેતાઓએ જેસીબી ને તિલક કરી વિધિ પતાવી દેતા સમાજમાં નારાજગી ફેલાઈ હતી 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ હોય આ પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે પરંતુ અહીંયા પ્રતિમા મુકાય તેના પહેલા જ વિવાદ સર્જાયો છે
ઘોઘંબા તાલુકો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે અહીં વસતો આદિવાસી સમાજ બિરસા મુંડાને ભગવાન તરીકે પૂજે છે બિરસામુંડા આદિવાસીઓના હક માટે અંગ્રેજો અને શાહુકારો સામે લડ્યા હતા. આદિવાસી સમાજ દ્વારા ઘોઘંબામાં ભગવાન બિરસામુંડાની પ્રતિમા સ્થાપના કરવામાં આવે તેવી માંગ કરી હતી આજરોજ ઘોઘંબા ફાટકે સર્કલ બનાવી ત્યાં ભગવાન બિરસામંડાની પ્રતિમા મૂકવાની યોજના હતી તેને લઇ આજરોજ ખાતમુહર્ત કરવામાં આવ્યું હતુ આદિવાસી સમાજને વિશ્વાસમાં લીધા વગર અને આદિવાસી સમાજના બળવા કે પુજારાઓની વિધિ પૂર્ણ કર્યા વગર જીસીબીને તિલક કરી ચાર પાંચ આદિવાસી નેતાઓએ ખાતમુહર્ત કરી દેતા વિવાદ સર્જાયો હતો બિરસામુંડા પ્રતિમા ની સ્થાપના નો રાજકીય લાભ લેવા માટે કેટલાક નેતાઓએ ગુપ્ત વિધિ પતાવી સોશિયલ મીડિયામાં તસવીરો અને વિડીયો મૂકી પોતાની વાહ વાહી કરી હતી. ત્યારબાદ એક પછી એક વિવાદો બહાર આવ્યા હતા જેમાં pwd દ્વારા અહીં કોઈ પરમિશન વગર પ્રતિમાની સ્થાપના કરાઈ હોવાનુ જણાવ્યું હતું
અન્ય સમાજના લોકોએ પણ સમાજ અને દેશના લડવૈયા તથા સ્થાનિક કવિ જયંત પાઠકની પ્રતિમા મૂકવા માટે પણ પ્રસ્તાવ મૂક્યો હતો. આદિવાસી સમાજના નેતા બનવા માટેની હરીફાઈ જામી હોય તેમ પાંચ હરીફોએ કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર ખાતમુહૂર્તની વિધિ પતાવી હતી. હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઘોઘંબા તાલુકા ઉપર મહેરબાન છે તેમની તિજોરી અને ગ્રાન્ટ ઘોઘંબાના વિકાસ માટે ખુલ્લી હોય છે તેમણે નાણા ફાળવ્યા હોવા છતાં તેમણે મૌખિક વાત કરી ખાતમુહૂર્તની વિધિ પતાવી દીધી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે થયેલા ઉમેદવારને જયુદાદાએ મોટું મન રાખી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો તે આજે પીઠ ઉપર ઘાં સાબિત થઈ રહ્યો છે. હાર્યા બાદ પણ આગામી વિધાનસભાની ચૂંટણી લડવાના સપના જોઈ રહેલો આ ઉમેદવાર ભાજપ માટે શની સાબિત થશે રાજકીય લાભ ખાટવા માટે સમાજના સંતોની અવગણના કરનારને સમાજ ક્યારેય માફ કરશે નહીં