Connect with us

Ahmedabad

શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકકાસ, ન્યુ જર્સી, યુ.એસ.એ.માં આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજનો ભક્તિભાવ પૂર્વક સ્વાગત સમારંભ યોજાયો

Published

on

devotional-reception-of-acharya-jitendriyapriyadasji-swami-maharaj-held-at-sri-swaminarayan-mandir-sikkas-new-jersey-usa

દુનિયામાં સમૃદ્ધિની છોળો ઉડાડતા દેશ તરીકે યુ. એસ. એ. પ્રથમ સ્થાને પંકાય છે. આવા સમૃદ્ધ દેશમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પુનિત પદાર્પણથી પાવન થયેલી પવિત્ર ધરા છે. આવા સમૃદ્ધ દેશમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકકાસ, ન્યુ જર્સીમાં મંદિરનું નિર્માણ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાના અનુગામી વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે કરી આપ્યું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકકાસ, ન્યુ જર્સી વૈશ્વિક કલ્યાણનું કેન્દ્ર સ્થાન છે. તેમજ આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક ,સામાજિક, ધાર્મિક વગેરે પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. મુમુક્ષુ આધ્યાત્મિક માર્ગે આગળ વધે તેવા શુભ હેતુસર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું સંત મંડળ સહિત દેશ વિદેશમાં અવિરત સત્સંગ વિચરણ કરે છે.

devotional-reception-of-acharya-jitendriyapriyadasji-swami-maharaj-held-at-sri-swaminarayan-mandir-sikkas-new-jersey-usa
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકકાસ, ન્યુ જર્સીમાં વસતા શ્રદ્ધાળુ હરિભક્તોએ સાથે મળી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું સંત મંડળ સહિતનું પરમ ઉલ્લાસભેર ભક્તિભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ પરમ પૂજય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજને ભવ્યતા અને દિવ્યતા સભર રથમાં બિરાજમાન કરી શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુકતજીવન સ્વામીબાપા સ્કોટીશ પાઈપ બેન્ડે આનંદમય સૂરાવલિના સૂરો રેલાવી પરમ ઉલ્લાસભેર સ્વાગત કરાયું હતું. ત્યારબાદ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ પરમ પૂજય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ મંદિરમાં પધારતાં શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકકાસ, ન્યુ જર્સીમાં વસતા નાનાં બાળકોએ સ્વાગત નૃત્ય કરી બાપાને રાજી કાર્ય હતા તથા નાની બાલિકાઓએ કીર્તનગાન કરીને પણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી આ સાથે કેક કટિંગની ઉજવણી પણ કરવામાં આવી હતી.

devotional-reception-of-acharya-jitendriyapriyadasji-swami-maharaj-held-at-sri-swaminarayan-mandir-sikkas-new-jersey-usa

સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દર્શન તથા આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના પરમ સાનિધ્યે સંતો, ભક્તો અને શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક આનંદની અનુભૂતિનો લ્હાવો માણી રહ્યા છે.

Advertisement

devotional-reception-of-acharya-jitendriyapriyadasji-swami-maharaj-held-at-sri-swaminarayan-mandir-sikkas-new-jersey-usa

આ પાવનકારી પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, આવા ભોગવિલાસવાળા દેશમાં સત્સંગના સંસ્કાર મળી રહે તે માટે વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે મંદિરનું સર્જન કરી આપ્યું છે. માણસ પોતાના જીવનમાં અઢળક ધન મેળવી શકે છે પણ જીવનમાં સત્સંગના સંસ્કાર મળે એ જ સૌથી દુર્લભ વાત છે. એવા સંસ્કાર જીવ સહેજે પામી શકે તેટલા માટે આવાં મંદિરોનાં સર્જન કર્યા છે. આવા દિવ્ય પાવનકારી અવસરનો દેશ વિદેશનાં હરિભક્તોએ ભકિતભાવ પૂર્વક પરમ ઉલ્લાસભેર લ્હાવો લીધો હતો.

Advertisement
error: Content is protected !!