Gujarat
ધોરાનીમુવાડી ગામે પાણીની બુમ ચૂંટણી પહેલાં નેતાઓએ મીઠી વાણી થી પાણી પાણી કર્યા હતા હવે ગામ તરસે છે
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
– કાળઝાળ ગરમી અને આખા ગામ વચ્ચે માત્ર એક નળ આખી ગામની મહિલાઓ આખો દિવસ માત્ર પાણી ભરવા પાછળ કાઢે છે
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના જરગાલ ગ્રામપંચાયત તાબે આવેલ ધોરાની મુવાડીમાં ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. ઉનાળાના આકરા તાપમાં ગામની મહિલાઓ દિવસભર માથે વજનદાર બેડા ઉંચકી પાણી ભરવા મજબુર બન્યા છે.
2000 ની વસ્તી ધરાવતું ધોરાની મુવાડી ગામ પાણી માટે અનેક સમયથી વલખા મારી રહ્યા છે વળી ઉનાળાના સમયમાં તો ગામમાં પાણી માટે દુષ્કાળની સ્થિતિ હોય તેમ લાગે છે. આખા ગામની મહિલાઓ ગામ બહાર આવેલ એક નળમાંથી પાણી ભરવા માટે મજબુર બન્યા છે.
મહિલાઓ એક બેડા પાણી માટે જાણે સંઘર્ષ કરતી હોય તેવું નજરે પડે છે પાણી માટે અનેકવાર અંદરો અંદર ઝઘડા થાય છે મહિલાઓ વહેલા મોડાના વારામાં સામસામે પણ આવી જાય છે. આધુનિક યુગમાં પણ ગામડામાં વસતા લોકો પાયાની સુવિધાઓથી વંચિત હોવાનું નજરે ચડે છે પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ પૂરતી થઈ નથી આ ગામડાઓમાં નલ સે જલ યોજના પણ ક્યાંય દેખાતી નથી. મૂક તંત્રને આ બાબતે અનેક રજૂઆતો છતાં આ ગામની મહિલાઓને પાણીની પ્રાથમિક સુવિધા પણ નથી મળી રહી.
સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાણીની સુવિધા માટે વાપરે છે પણ કમ નસીબે ગામડાના કોન્ટ્રાક્ટરો માત્ર કાગળ ઉપર યોજનાઓ બતાવી અને પાણીના નામે કરોડોનું ભ્રષ્ટાચાર કરી જાય છે.જ્યારે ગામડાના લોકોની સ્થિતિ પાણી માટે વલખા મારવા જેવી જ હોય છે.
સરકારી ચોપડે ગળતેશ્વર તાલુકા પંચાયતમાં એક એક ગામમાં 50 50 થી વધુ બોર બનાવ્યાના બિલો મૂકી નાણાં ઉપાડવામાં આવે છે પણ ભ્રષ્ટ અધિકારીઓના લીધે આ બોર માત્ર કાગળ પર હોય છે અને ગામડાના ગરીબ લોકોને સુવિધાઓનો કોઈ જવાબ મળતો નથી.ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લઇ પાણીની સમસ્યાનો ઝડપી ઉકેલ લાવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.