Chhota Udepur
સામુહિક આરોગ્ય કેન્દ્ર નસવાડી ખાતે આયુષ્ય માન ભવ કાર્યક્રમ અંતર્ગત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને ધિરજ હોસ્પિટલ પીપરીયા નાં સહયોગ થી સામુહિક આરોગ્ય કેન્દ્ર નસવાડી ખાતે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો, સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ નું ઉદઘાટન નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો ડો.જીતેન રાઠવા તથા જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા તાલુકા ટીબી સુપરવાઈઝર રફીકભાઈ
સોની ઉપરાંત તાલુકા આરોગ્ય સુપરવાઈઝર શંકરભાઈ રાઠવા સહિત ની ટીમ સાથે ધિરજ હોસ્પિટલ ના દરેક રોગના નિષ્ણાત તબીબો દ્વારા સેવાઓ આપી હતી.
સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ માં ૩૦૦ થી વધુ વિવિધ પ્રકારની બીમારી ઓનાં લાભાર્થીઓ સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ નો લાભ લીધો હતો, ધિરજ હોસ્પિટલ ખાતે થી નિવૃત આરડીડી ડો.આર.વી પાઠક તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે થી જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણે પણ ઉપસ્થિત રહી સર્વરોગ નિદાન કેમ્પ માં જરૂરી માર્ગદર્શન કર્યું હતું.