Chhota Udepur

પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામ નાં દિલીપ રાઠવા અમદાવાદમાં મેટ્રો ટ્રેન હંકારી રહ્યા છે

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૪

મૂળ પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામ અને વડોદરા ખાતે રહેતા દિલીપ રાઠવા ની અમદાવાદ મેટ્રો ટ્રેન ડ્રાઈવર તરીકે પસંદગી થઈ છે, અભ્યાસ માં તેજસ્વી દિલીપ રાઠવા બીઈ મિકેનીક નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ મેટ્રો ની પરીક્ષા પાસ કરી મેટ્રો ટ્રેન ડ્રાઈવર ની ત્રણ મહિના ની તાલીમ બાદ મેટ્રો ટ્રેન ડ્રાઈવર તરીકે પસંદગી પામ્યા છે, પાણીબાર ગામ નાં સામાજિક આગેવાન વાલસિંગભાઈ રાઠવા જણાવે છે કે તેમના પિતા અમરસિંગભાઇ રાઠવા બોડેલી ડિવિઝન મધ્ય ગુજરાત વીજ કંપની માં મીટર ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે, અહીં આ વિસ્તારમાં થી દિલીપભાઈ રાઠવા ની પ્રથમ મેટ્રો ટ્રેન ડ્રાઈવર તરીકે પસંદગી પામતાં ગામમાં ગર્વ સાથે ખુશી ની લાગણી છવાઇ છે, દિલીપ રાઠવા ની જેમ અન્ય યુવાનો પણ સારો અભ્યાસ કરી સફળતા પ્રાપ્ત કરી ગામ, સમાજ નું નામ રોશન કરે તેમ જણાવ્યું હતું.

Advertisement

Trending

Exit mobile version