Gujarat
લઘુ ઉદ્યોગ ભારતી હાલોલ એકમ ના સંયુક્ત ઉપક્રમે ડાયરેક્ટ અને ઇન્ડિરેક્ટ ટેક્સિસ સેમિનાર યોજાયો

(અવધ એક્સપ્રેસ દ્વારા)
આજ રોજ ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલટન્ટ, ટેક્સ પ્રેકટીશનર્સ એસોસિએશન હાલોલ તેમજ લઘુ ઉદ્યોગ ભારતી હાલોલ એકમ ના સંયુક્ત ઉપક્રમે ડાયરેક્ટ અને ઇન્ડિરેક્ટ ટેક્સિસ માટેનો સેમિનાર હાલોલ મુકામે ઘ્વનિત બેંક્વિટ હોલ માં થયેલ જેમાં બહોળી માત્રા માં હાલોલ તેમજ હાલોલની આસપાસ ના વેપારી વર્ગ તેમજ ઉદ્યોગકારોએ ભાગ લીધેલ.
એ.જી.એફ.ટી.સી. ના ચેરમેન રવી શાહ, વાઇસ પ્રેસિડેન્ટ સીએ વિશ્વેશ શાહ તથા અન્ય હોદ્દેદારો, લઘુ ઉદ્યોગ ભરતી ના હોદ્દેદારો તેમજ ટેક્સ પ્રેકટીશનર્સ એસોસિએશન હાલોલના આયોજકો વતી સીએ કેતન શાહ, સીએ રાજેશ જૈન, સીએ નયન શાહ, શશીકાંત શાહ તેમજ અન્ય હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.
આ સેમિનાર માં અમદાવાદ થી આવેલ વક્તાઓ સમીરભાઈ સિદ્ધપુરીયા તેમજ રૂપેશભાઈ શાહ દ્વારા વિષયની તલશ્પર્શી સરળ શબ્દો માં રજુઆત કરી દરેક ભાગ લેનાર સભ્યોને છેક સુધી જકડી રાખ્યા હતા.