Panchmahal
“મેરા બુથ સબસે મજબૂત” અભિયાન અંતર્ગત બુથ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ

ગોકુળ પંચાલ
પંચમહાલ જિલ્લા ના કાલોલ અને હાલોલ વિધાનસભામાં આવતા ઘોઘંબા ખાતે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત બુથમાં સક્રિય તમામ કાર્યકર્તાઓ સાથે ઘર ઘર સંપર્કના માધ્યમથી બનેલા નવા કાર્યકર્તાઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓ અને બુથ કાર્યકર્તાઓ દ્વારા ભેગા મળી ઘોઘંબા તાલુકા પંચાયત હૉલ ખાતે વડાપ્રધાન નરે્દ્રભાઈ મોદી “મેરા બુથ સબસે મજબૂત” કાર્યક્રમના વર્ચ્યુઅલ સંબોધન ના સંવાદમાં સૌએ સાથે મળી ધારાસભ્યો ની ઉપસ્થિતિમાં ભાગ લીધો હતો. મેરા બુથ સબસે મજબૂત નો મુખ્ય હેતુ બુથ સ્તરના કાર્યકર્તા સાથે સંવાદનો છે આ કાર્યક્રમ માં ઘોઘંબા ભાજપ ના કાર્યકરો હોદ્દેદારો જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો તેમજ સરપંચ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા