Panchmahal
બાકરોલ માં દિવ્યાંગ યુવતીને પતિએ બળજબરી ગર્ભવતી બનાવી: યુવતીની કથની સાંભળી તમે પણ રડી જશો
(ગોકુળ પંચાલ દ્વારા અવધ એક્સપ્રેસ)
અપંગ પરણીતાને પતિએ પરાણે ગર્ભવતી બનાવી બાહ્ય સંબંધને કારણે પત્ની સાથે મારઝૂડ કરી હવે તરછોડી દેતા 108 મારફતે યુવતી ઘોઘંબા પહોંચી 108 ના પાયલોટો એ માનવ સેવા એજ પ્રભુ સેવા ના સુત્ર સાર્થક કરી મહિલા તથા બાળકની કાળજી પૂર્વક સેવા કરી
પંચમહાલ જિલ્લા ના ઘોઘંબા તાલુકાના બાકરોલ કટારીયા ફળિયામાં રહેતી સુમિત્રાબેન રાઠવા ના લગ્ન બીલાભાઈ રાઠવા સાથે થયા હતા તેમના સંતાનમાં 17 મહિનાનો પુત્ર હાર્દિક છે હાર્દિકના જન્મ બાદ સુમિત્રાબેન ગંભીર બીમારીમાં પટકાતા તેમના હાથ અને પગ બંને જકડાઈ જવાના કારણે તેઓ દિવ્યાંગ બન્યા હતા સુમિત્રા બહેન ચાલી શકતા નથી કે અન્ય કામ કરી શકતા નથી તેમજ પુત્રની પણ સંભાળ લઈ શકતા નથી પત્ની ના કહેવા છતાં પતિએ સુમિત્રાને બળજબરી ગર્ભવતી બનાવી હતી તે દરમિયાન પતિએ લગ્ન ના બાહ્ય સંબંધો બાંધતા તેણે દિવ્યાંગ પત્નીએ વિરોધ કરતાં મારફૂડ કરવાનું ચાલુ કર્યું હતું. ગતરોજ પતિએ ફરીથી મારઝૂડ ચાલુ કરતા તેમજ સુમિત્રાબેન ગર્ભવતી હોય તેમને ચક્કર આવતા 108 ને ફોન કરી એમ્બ્યુલન્સને સ્થળ ઉપર બોલાવી ત્યારે મહિલા સાથે તેનો માત્ર 17 માસનો પુત્ર એકલો જ ઘરે હોય 108 ના પાયલોટો એ માનવસેવા દાખવી યુવતી તથા તેના બાળકને પણ ઊંચકી લઈ 108 માં બેસાડી ઘોઘંબા ખાતે લાવ્યા હતા જ્યાં મહિલા ને પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાની કથની સંભળાવતા લોકોએ તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી 108 ના પાયલોટો એ મહિલા તથા બાળક માટે નાસ્તા પાણીનો પ્રબંધ કર્યો હતો. સુમિત્રા રાઠવા મૂળ જીંજરી લીલાઢાળ ફળિયામાં રહે છે પરંતુ તેના મા બાપ મજુરીએ ગયા હોય તથા બંને ભાઈ પણ અપંગ હોય સુમિત્રાએ ગોધરા રેન બશેરામાં આશરો આપવા માંગ કરી હતી તેની આ હાલત પાછળનું કારણ તેણે બીમારી તેમજ બડવા ભુવાને ગણાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આટલી મારઝૂડ કરતો હોવા છતાં પણ તે પતિ સામે ફરિયાદ નોંધવા નથી માગતી નથી કારણ કે તે ભારતીય સંસ્કારી સ્ત્રી છે આજે તે પતિને પરમેશ્વર માને છે તે હજી પતિ સાથે રહેવા માંગે છે અને પતિની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી. માતા અને પુત્ર બંને કુપોષિત હોય વહીવટી તંત્ર દ્વારા આ મહિલાની મદદ કરી તેને મહિલા કેન્દ્રમાં મૂકી તેની સારવાર તથા અન્ય મદદ કરી આની પાછળ જવાબદારો સામે પગલાં લેવા જોઈએ.