Vadodara

વડોદરા ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Published

on

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ના ભાગરૂપે રાષ્ટ્રીય દિવ્યાંગજન નાણાં અને વિકાસ નિગમ તેમજ ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થા,નવી દિલ્હીના સહયોગથી કમળાબેન બધિર વિદ્યાલય, કારેલીબાગ,વડોદરા ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
ચરિત્ર નિર્માણ સંસ્થાના રામકૃષ્ણ ગોસ્વામીએ જણાવ્યું કે શ્રેષ્ઠ ભારતના નિર્માણ માત્ર મતદાન એ રાષ્ટ્ર ધર્મ છે.લોકસભા ચૂંટણીમાં તેમણે વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
નિગમના સહાયક મેનેજર મનું મિશ્રાએ દિવ્યાંગ મતદારોને પ્રેરણા આપતા ચૂંટણીના પર્વને એક ઉત્સવ તરીકે મનાવી અન્ય પાંચ લોકોને મતદાન કરાવવા જણાવ્યું હતું. સંસ્થાના પ્રો.જે.એમ પનારાએ સંસ્થાની વિગતો આપી હતી.


સ્વિપના કો ઓર્ડીનેટર ડો.સુધીર જોશીએ ચૂંટણીમાં મતદાનનું મહત્વ સમજાવી ચૂંટણીમાં દિવ્યાંગજનો માટે મતદાન મથકો ખાતે ઊભી કરવામાં આવેલ સુવિધાઓ અંગેની માહિતી આપી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિતોને મતદાન માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી,જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ભરત પંચોલી, મુક ધ્વનિ ટ્રસ્ટના રિકેશ દેસાઈ, રવિ શંકર, દિવ્યાંગજનો સહિત શાળાના આચાર્ય દિપક બારોટ,સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version