Gujarat

ધાર્મિક સ્થળોએ પણ અમીર ગરીબ નો ભેદભાવ

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)
હિન્દુઓના નામાંકિત મંદિરો દ્વારા અથવા તેમના વહીવટ કરતા ઓ દ્વારા દર્શનાર્થિઓમાં ભેદભાવ કરવાનો હલકો પ્રયાસ કરવામાં આવ્યો છે જે યોગ્ય નથી ભારતના તમામ નામાંકિત મંદિરોના ટ્રસ્ટીઓ દ્વારા વીઆઇપી દર્શન માટે ની ગોઠવણ કરવાના રૂપિયા ઉલેચવાનું શરૂ કરવામાં આવ્યું છે જે ખરેખર શરમજનક અને દુઃખદ બીના છે પુષ્ટિ સંપ્રદાયના કરોડો લોકોના ઇષ્ટદેવ શ્રીનાથજી બાવાના મુખ્ય ધામ શ્રીનાથ દ્વારામાં 300 આપી વીઆઈપી પાસ ખરીદી તુરંત દર્શનનો લાભ લો આ ખરેખર ચિંતાજનક બાબત છે પહેલા સન્મુખ દર્શનનો લાભ પ્રત્યેક દર્શનાથી ને મળતો હતો જે હવે બંધ થઈ 300 ખર્ચો અને વીઆઈપી દર્શન કરો એવું જ ફરી બદ્રીનાથ અને કેદારનાથમાં પણ આવી વીઆઈપી દર્શન ની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જ્યારે પાવાગઢ ખાતે પહેલા પાદુકા પૂજન ની કોઈ જ વ્યવસ્થા ન હતી પરંતુ તેના ટ્રસ્ટીઓ દ્વારા 1100 રૂપિયા ભરીને પાદુકા પૂજન ની વ્યવસ્થા કરવામાં આવી છે જે માત્ર 6 મિનિટમાં પૂજા પૂરી થઈ જાય છે આવી વ્યવસ્થા અન્ય કોઈ સમાજના મંદિરો કે ધાર્મિક સ્થળોમાં નથી ભગવાનની રૂબરૂમાં ટ્રસ્ટીઓ દ્વારા અમીર અને ગરીબનો ભેદભાવ ઊભો કરે છે જે ટ્રસ્ટીઓ માટે સરાહનીય નથી વીરપુરમાં બિરાજમાન પૂજ્ય જલારામ બાપાના સ્થાનકે કે મંદિરે વીઆઈપી પાસની વ્યવસ્થા બાજુ પર રહી પરંતુ આ મંદિરમાં દર્શનારથીઓએ ભેટ પણ મૂકવી નહીં તેવી નોટિસો મંદિરની અનેક જગ્યામાં લગાવવામાં આવેલ છે

આ ઉપરાંત જલા બાપા ના ધામમાં દર્શન માટે આવેલા ભક્તોને વિનામૂલ્યે પ્રસાદ રૂપે પાકુ ભોજન પીરસવામાં આવે છે ખરેખર આ સ્થાનક ના વ્યવહારની અન્ય મંદિરોના ટ્રસ્ટીઓએ શીખ લેવી જોઈએ ગરીબ માણસ પોતાની બાધા કે આંખડી પૂરી કરવા માટે પગપાળા આવ્યો હોય પૈસાનો અભાવ હોય પરંતુ પ્રભુ સામેની આસ્થા અને ભક્તિ ને લઈને જે વ્યક્તિ દર્શન માટે આવ્યો હોય તેણે કલાકો સુધી લાઈનમાં ઊભા રહી તપવું પડે અને પૈસા વાળો માણસ રૂપિયા ભરીને દર્શન કરીને કોલર ઊંચો રાખીને અભિમાનની દ્રષ્ટિથી અન્ય દર્શનાર્થીઓને જોવે એ ખરેખર શરમજનક બાબત છે મંદિરમાં આવનાર દરેક વ્યક્તિ મંદિરમાં આવ્યા બાદ ખાસ વ્યક્તિ પણ આમ આદમી બની જવો જોઈએ તેવી વ્યવસ્થા મંદિરના વહીવટ કરતા ઓ દ્વારા કરવી જોઈએ તેને બદલે રૂપિયા કમાવવાના એકમાત્ર આશયથી ભક્તોમાં ભેદભાવની ભાવના ઊભી કરે તે ખરેખર દુઃખદ બાબત છે આવું જ ચાલશે તો ભવિષ્યમાં યાત્રાળુઓ યાત્રાના સ્થળે જતા બંધ થઈ જશે અને મંદિરોને ભક્તોની રાહ જોવી પડશે માટે નામાંકિત મંદિરોના ટ્રસ્ટીઓએ રૂપિયાને બદલે ભક્તોના ભાવને ઓળખવાની જરૂર છે

Advertisement

* વીરપુરમાં બિરાજમાન પૂજ્ય જલારામ બાપાના સ્થાનકે કે મંદિરે વીઆઈપી પાસની વ્યવસ્થા બાજુ પર રહી પરંતુ આ મંદિરમાં દર્શનારથીઓએ ભેટ પણ મૂકવી નહીં તેવી નોટિસો મંદિરની અનેક જગ્યામાં લગાવવામાં આવેલ છે આ ઉપરાંત જલા બાપા ના ધામમાં દર્શન માટે આવેલા ભક્તોને વિનામૂલ્યે પ્રસાદ રૂપે પાકુ ભોજન પીરસવામાં આવે છે ખરેખર આ સ્થાનક ના વ્યવહારની અન્ય મંદિરોના ટ્રસ્ટીઓએ શીખ લેવી જોઈએ

Advertisement

Trending

Exit mobile version