Dahod
સાંપોઇ માંછણનાળા વિસ્થાપિતોએ પડતર માંગણીને લઇ રોડ પર ચક્કાજામ કર્યો
(પંકજ પંડિત દ્વારા ઝાલોદ)
ઝાલોદ નગરમાં સંજેલી ક્રોસીંગ પર સાંપોઇ ગામના માછણનાળા વિસ્થાપિતો દ્વારા પોતાની પડતર માંગણીને લઈ આજ રોજ સંજેલી ક્રોસીંગ મુકામે રોડ ચક્કાજામ કરાયો હતો. આસરે બે કલાક સુધી રોડ પર ટ્રાફિક ખોરવાયો હતો રોડની ચારે બાજુ વાહનનોનો અવર જવર અટકાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિક જામ થતાં ઝાલોદ નગર મામલતદાર ઝાલા, ડી.વાય.એસ.પી પટેલ, પી.એસ.આઇ રાઠવા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સંજેલી ક્રોસીંગ પર પહોંચી ગયો હતો.
સાંપોઇ ગામના સામાજિક આગેવાન ભીમાભાઈ.જે.પાંડોર તેમજ તેમના ગામના અન્ય આગેવાનો માંછણનાળા જળાસયના વિસ્થાપિતો ને જમીન ન મળતાં અચોક્કસ મુદત ના અનશન તથા રસ્તા રોકો આંદોલન માટે બેઠા હતા. વિસ્થાપિતો દ્વારા ન્યાય માટે કાર્યવાહી માટે માંગ કરવામાં આવી હતી. વિસ્થાપિતો દ્વારા પોતાની જમીન ને લઈ ઉગ્ર આંદોલન કરવા સંજેલી ક્રોસીગ રોડ પર રોડ પર ચક્કાજામ કરવામાં આવેલ હતો.તમામ જવાબદાર અધિકારી અને પોલિસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આસરે બે કલાકની સમજાવટ બાદ સહુ આગેવાનો દ્વારા રસ્તા રોકો આંદોલન બંધ કરાયું હતું તેમજ રોડ પરની અવર જવર ચાલુ કરવામાં આવી હતી. ભારે ચક્કાજામમાં ફસાયેલ વાહનો પોલિસ દ્વારા વ્યવસ્થા સાચવી વાહન વ્યવહાર ચાલુ કરાયો હતો.
* મામલતદાર ઝાલા, ડી.વાય.એસ.પી ,પી.એસ.આઇ ની ટીમ તાત્કાલિક આવી પહોંચી
* આશરે બે કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, અધિકારીયોના સમજાવટ બાદ માર્ગ ખુલ્લો કરાયો