Surat

ભેરવી પ્રાથમિક શાળા માં યુનિફોર્મ, ધાબળા, સાડી, અને નોટબૂક નું વિતરણ કરાયુ

Published

on

કથાકાર પ્રફુલભાઇ શુક્લ ના બાપા સીતારામ ફાર્મ પાસે આવેલી ભેરવી પ્રાથમિક શાળા ના 100વિદ્યાર્થી ઓને દેવનારાયણ ગૌધામ મોતા ના પૂજ્ય તારાચંદ બાપુ તરફ થી વિદ્યાર્થીઓને યુનિફોર્મ, ધાબળા, ટિફિનબૉક્સ, નોટબૂક,પેન્સિલ અને પંજાબી ડ્રેસ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે g t p l. ના ચેરમેન વિજયભાઈ ગોસ્વામી , કેતન સાવલિયા, રાજુભાઈ ટાંક, વિપુલભાઈ વાણીયા, મગનભાઈ કલસરીયા, Rss ના મનોજભાઈ શર્મા, ડિસ્ટ્રીક્ટ કોર્ટ સૂરત ના વિજયભાઈ જાલંધરા , અર્પિતભાઈ (ગાયત્રી પરિવાર), યાતીશભાઈ ધોડકા,ભેરવી ગામ ના સરપંચ શ્રી સુનીતાબેન આર. પટેલ,વજીરભાઈ પટેલ (ડેપ્યુટી સરપંચ ભેરવી) પધાર્યા હતા.

જેમનું સ્વાગત શાળા પરિવાર ના અરવિંદભાઈ પટેલ (પ્રિન્સિપાલ), ભારતીબેન પટેલ (ઉપ શિક્ષક), વિશેશા બેનપટેલ (ઉપ શિક્ષક), પ્રિયંકાબેન પટેલ, દર્શનાબેન પટેલ દ્રારા કરવામાં આવ્યું હતુ. પૂ. પ્રફુલભાઇ શુક્લ અને પૂ. તારાચંદ બાપુ દ્રારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. અંત માં આભા્રવિધિ કિશનભાઇ દવે દ્રારા કરવામાં આવી હતી.

Advertisement

Trending

Exit mobile version