Surat
સુરત પોલીસ દ્વારા સેવાભાવી સંસ્થાના સહયોગથી છાશ-પાણી તેમજ ટ્રાફિક પોઈન્ટ પર છત્રીનું વિતરણ
(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)
રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે સુરતમાં પોલીસ દ્વારા સેવાભાવી સંસ્થાના સહયોગથી છાશ, પાણી તેમજ ટ્રાફિક પોઈન્ટ પર છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.હાલમાં ભર ઉનાળો ચાલી રહ્યો છે અને છેલ્લા બે ત્રણ દિવસથી આકરી ગરમી પડી રહી છે. આકરી ગરમીમાં પણ ટ્રાફિક જવાનો રોડ પર ઉભા રહી ટ્રાફિક નિયમન કરી રહ્યા છે ત્યારે સુરતમાં ટ્રાફિક એસીપી બી.એસ.મોરી દ્વારા સેવાભાવી સંસ્થા તરફથી ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક નિયમન કરતા ટીઆરબી જવાનો તેમજ લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જે પોઈન્ટ પર ટ્રાફિક જવાન ફરજ બજાવતા હોય ત્યાં છાયો ન હોય એવી તમામ જગ્યા પર છત્રીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેથી ટ્રાફિક જવાનો છાયામાં ઉભા રહીને ટ્રાફિક નિયમન કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.ટ્રાફિક એસીપી બી.એસ.મોરીએ જણાવ્યું હતું કે હાલમાં બે ત્રણ દિવસથી હીટવેવ ચાલી રહ્યું છે અને આકરી ગરમી પડી રહી છે. આ આકરી ગરમીમાં પણ ટ્રાફિક જવાનના લોકો ફરજ બજાવે છે. ત્યારે સેવાભાવી સંસ્થા તરફથી અને ટ્રાફિક પોલીસના સહયોગથી છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.અલગ અલગ વિસ્તારમાં પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક તેમજ ટીઆરબી જવાનો અને સિગ્નલ બંધ થાય ત્યારે ત્યાં હાજર વાહન ચાલકોને પણ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે પોઈન્ટ પર ટ્રાફિક જવાન ફરજ બજાવતા હોય ત્યાં છાંયડો ન હોય એવી તમામ જગ્યા પર છત્રીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેથી ટ્રાફિક જવાનો છાયામાં ઉભા રહીને ટ્રાફિક નિયમન કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.