Panchmahal
બાકરોલ પ્રાથમિક શાળામાં મૈત્રી મંડળ ટ્રસ્ટ તરફથી વિદ્યાર્થીઓને નિશુલ્ક ચોપડાઓનું વિતરણ

(સાબીર શેખ દ્વારા”અવધ એક્સપ્રેસ”)
કાલોલ તાલુકામાં આવેલું બાકરોલ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માં ભણતા તમામ વિદ્યાર્થીઓને મૈત્રી મંડળ ટ્રસ્ટ- મુંબઈ -વડોદરા આણંદ તરફથી વિનામૂલ્ય ચોપડાનું વિતરણ કરવામાં આવેલ છે જેમાં મુકેશભાઇ પટેલ, રાજેશભાઈ પટેલ, એસ. એમ. સી અધ્યક્ષ કેતનભાઈ તથા સેવાભાવી મિત્રો હાજર રહ્યા હતા. ગામડાઓ વિસ્તારની પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓના મા બાપની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેવા વિસ્તારની પ્રાથમિક શાળાઓ પસંદ કરી અને ભણવામાં મદદરૂપ થવા માટે મૈત્રી મંડળ સેવા ટ્રસ્ટ હંમેશાં મદદ કરતું હોય છે.
ત્યારે,આવી કાલોલ તાલુકાના બાકરોલ શાળાઓના વિદ્યાર્થીઓને મદદ કરી અને શિક્ષણમાં સહભાગી થવા માટે સંસ્થા મદદરૂપ થઈ છે. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તથા સ્ટાફ મિત્રો હાજર રહી મૈત્રી મંડળ ટ્રસ્ટ મુંબઈ -વડોદરા- આણંદ અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.