Panchmahal
હાલોલની હેલ્પિંગ અનાથ આશ્રમમાં વિનામૂલ્ય કપડાનુ વિતરણ.

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલ ચિલ્ડ્રન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હેલ્પિંગ ધ હેન્ડ અનાથ આશ્રમ હાલોલ ના 25 જેટલા માનસિક અસવસ્થ લોકોને મૈત્રી મંડળ ટ્રસ્ટ મુંબઈ વડોદરા આણંદ દ્વારા કપડાની મદદ કરવામાં આવેલ છે જેમાં તમામ જરૂરિયાતમંદ લોકોને ટીશર્ટ તથા લેંઘા નું વિતરણ કરવામાં આવ્યું છે.
આ સંસ્થા દ્વારા બિનવારસી અને માનસિક રીતે અસ્વસ્થ. મંદબુદ્ધિના લોકોને સાચવીને બે ટાઈમ ભોજન રહેવાનું તથા ચા નાસ્તાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ તેમની માનસિક સ્થિતિ સુધારવામા આવે છે અને ફરીથી સમાજ અને પરિવાર સાથે મિલાપ કરાવી માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા શિવરાજસિંહ પરમાર તથા પ્રાથમિક શિક્ષક રાજેશભાઈ પટેલ દ્વારા જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચીને વિનામૂલ્ય આજરોજ સેવા પૂરી પાડવામાં આવેલ છે ત્યારે મૈત્રી મંડળ સેવા ટ્રસ્ટ તથા સર્વે દાતાઓનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો