Vadodara

ગરીબ વિધવા હિન્દુ મુસ્લિમ બહેનોને રમજાનના પવિત્ર માસમાં રાશન કીટ નું વિતરણ

Published

on

(ઇકબાલ લુહાર દ્વારા)
વડોદરા જિલ્લા ના સાવલી તાલુકામાં મુસ્લિમ બિરાદરોના રમજાનનો પવિત્ર માસ પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ મહિનામાં દાન કરવાનું ખૂબ જ મહત્વ હોય છે, જે અંતર્ગત સાવલીના શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા
આજ રોજ ગરીબ વિધવા બહેનો માટે અનાજનું વિતરણ કરાયું હતું જેમાં મહિનાભરનો રાશન આપવામાં આવ્યુ હતું, શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની સમગ્ર દેશમાં અને બ્રાન્ચ આવેલી છે

જ્યાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેવા કે મેડિકલ કેમ્પ, આંખોની મફત સારવાર, ગરીબોને ધાબળા વિતરણ, ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન જેવા અનેક કાર્યક્રમો યોજાય છે તેવી જ રીતે રમજાનના પવિત્ર માસમાં આ સંસ્થાના સંચાલક એન્થનભાઈ, સિરાજભાઈ, રજાકભાઈ, રાજુભાઈ, દ્વારા નાત જાત ના ભેદભાવ વગર હિન્દૂ મુસ્લિમ ગરીબ નિઃસહાય વિધવા બહેનોને 60 થી વધુ રાશન કીટનું વિતરણ કરાયું હતું,

Advertisement

Trending

Exit mobile version