Connect with us

Panchmahal

ફતેસિંહ ચૌહાણના હસ્તે ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી પાણીના ટેન્કરોનું વિતરણ

Published

on

Distribution of water tankers from the 15th Finance Commission grant by Fatesinh Chauhan

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગામોને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હસ્તે પીવાના પાણીના ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું હતું મળેલ વિગતો અનુસાર આજ રોજ પંચમહાલ જિલ્લાની ખરોડ જિલ્લા પંચાયતના ગલીબીલી baps સ્વામિનારાયણ મંદિર ખાતે ખરોડ જિલ્લા પંચાયતમાં આવતી ગ્રામ પંચાયતો ગલીબીલી,ગમાણી, ગોદલી,ખરોડ,ઊંચાબેડા,ઝોઝ, ગરમોટિયા અને માલુ ગ્રામ પંચાયતને કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હસ્તે જિલ્લા પંચાયતના ૧૫માં નાણાંપંચની જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી પાણીના ૦૮ (આઠ) જેટલા ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Distribution of water tankers from the 15th Finance Commission grant by Fatesinh Chauhan

આ પ્રસંગે કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,ઘોઘંબા તાલુકા પંચાયત માજી પ્રમુખ છેલુભાઈ રાઠવા , ખરોડ જિલ્લા પંચાયત સદસ્ય જયાબેન રમેશભાઈ રાઠવા સહિતના સરપંચો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!