Panchmahal

પાવાગઢ માં પરબો સૂકકી પાણી માટે પાણી વગર નુ જિલ્લા પ્રસાસન

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરોડો રૂપિયા પાવાગઢ ખાતે ખર્ચ કર્યા બાદ આજે પણ યાત્રાળુઓને પાણીની બોટલ ખરીદવી પડે છે યાત્રાળુઓ અને પર્યટકોને આકર્ષવાના શુભ આસય સાથે પાવાગઢ ખાતે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પાણીની પરબોમાં પાણીનુ એક પણ ટીપું પાણી આવ્યું નથી આ અગાઉ શંકરસિંહ વાઘેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે પાવાગઢ ડુંગર ની પાછળ ના ભાગે અને રામેશરા ની નજીક આવેલ દેવ ડેમમાંથી પાણીની વ્યવસ્થા માટે લિફ્ટ ઈરીગેશન યોજના શરૂ કરી હતી જે કદાચ આજે પણ બંધ હાલતમાં છે અથવા તો ડચકા ખાઈ છે હાલની સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પાંચેક પરબો ઉભી કરવામાં આવી છે

પરંતુ તમામ પરબોની ટાંકીમાં આજ સુધી પાણીનું એક પણ બુંદ ગયું નથી યાત્રાળુઓની સુવિધા માટે ખર્ચ કરવામાં આવેલા રૂપિયાનો સદ ઉપયોગ થાય છે કે નહીં તેની તપાસ કરવાનો યાત્રાધામ વિકાસ બોર્ડ ના અધિકારીઓ કે સ્ટાફ પાસે સમય નથી યાત્રાધામ વિકાસ બોર્ડ અને હાલની સરકાર દ્વારા યાત્રાળુઓ અને પર્યટકો ને આકર્ષવાના શુભ આશય સાથે લાખો રૂપિયા જાહેરાતો પાછળ ખર્ચે છે આ ઉપરાંત શક્તિપીઠ નું સ્થાનક નવા રંગ અને ઓપ સાથે નવીનીકરણ થતા યાત્રાળુઓ માં વધારો સો ટકા થયો છે તે સરાહનીય પરંતુ તેઓની સગવડ અને સુવિધા માટે બનાવવામાં આવે સાધનો બરાબર કાર્યરત છે કે નહીં તેની તપાસ થતી નથી

Advertisement

 

પાણીની સગવડ માટે બનાવવામાં આવે વોટર વર્ક અને પરબોમાં પાણી નહીં ભરાય તો આ ગરમીના દિવસોમાં તેમાં તિરાડ પડશે પાણીની વ્યવસ્થા કોઈપણ રીતે ન થાય તેવી હોય તો ટેન્કર દ્વારા પણ સ્વચ્છ પાણી ભરાવીને પરબો બચાવવાની સાથે યાત્રાળુઓની સગવડ સાચવવાનું કામ છેલ્લે પાણી પુરવઠા વિભાગે પણ કરવું જોઈએ ચૈત્રી નવરાત્રીની શરૂઆત પહેલા જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓ સાથે મીટીંગો અને ચર્ચા વિચારણા કરવામાં આવી પરંતુ ચર્ચાના તમામ મુદ્દાઓ માત્ર ફાઇલમાં અથવા તો કાગળમાં રહ્યા હોય તેવું લાગે છે

Advertisement

* પાવાગઢ ખાતે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પાણીની પરબોમાં પાણીનુ એક પણ ટીપું પાણી આવ્યું નથી
* પાણીની પરબો ની નીચે મોઘાભાવે પાણી ની બોટલો વેચાય છે

Advertisement

Trending

Exit mobile version