Connect with us

Gujarat

પંચમહાલ કલેકટર ના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

Published

on

પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરા કલેકટર કચેરી,સભાખંડ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.જિલ્લા કલેકટરે સૌને આવકારીને બેઠકની કાર્યવાહી શરૂ કરી હતી.

નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા વિવિધ સૂચનો રજૂ કરાયા હતા.બેઠકમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અંતર્ગત “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પી.એમ.જી.કે.એ.વાય)ના અમલીકરણ બાબતોની ચર્ચા, અન્ન સલામતી કાયદા અન્વયે પુરવઠાની ઉપલબ્ધિ અંગે સમીક્ષા, ગ્રામ્ય,તાલુકા અને જિલ્લા કક્ષાની તકેદારી સમિતિની રચના અને બેઠક મળવા અંગે સમીક્ષા, ગ્રાહક સુરક્ષા કેસોની સમીક્ષા, ઉજ્વલા યોજના અંગે ચર્ચા કરાઈ હતી.બેઠકમાં રેશન કાર્ડનું ઈ- કેવાયસી,NON NFSA રેશનકાર્ડ તબદીલી વેગેરે મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.

Advertisement

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર,નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!