Chhota Udepur

જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

આજરોજ છોટાઉદેપુર કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ મીટીંગમાં કલેકટર સ્તુતિ ચારણ, અધિક નિવાસી કલેકટર આર.કે ભગોરા, ડીડીઓ ગંગાસીહ, પુરવઠા આધિકારી, તમામ તાલુકાના મામલતદારો, ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં અન્ન સલામતી કાયદા અન્વયે પુરવઠા ખાતાની ઉપલબ્ધિઓ, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ બાબતો, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, આવશ્યક ચીઝ વસ્તુઓનું વિતરણ વ્યવસ્થા, ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ તપાસણીનું આયોજન, દાવા અરજીઓના નિકાલની વિગત વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. અધ્યક્ષ સ્થાનેથી કલેકટર સ્તુતિ ચારણ દ્વારા તમામ પ્રકારની વિગતો મેળવી આવશ્યક સલાહ સૂચનો કર્યા હતા.

Advertisement

તેમજ તમામ મામલતદાર કક્ષાએથી ડેટા અપડેટ રાખવાની ટકોર કલેકટરે કરી હતી. આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે બે વખત બાયોમેટ્રિક ફિંગર આપવાની જોગવાઈ છે તેમજ સરકારશ્રી દ્વારા આપવામાં આવતુ નમક આયોડીનયુક્ત હોઈ તેનો રંગ રસોઈ કર્યા પછી બદલતો હોય જે ધટના સામાન્ય છે જેવી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકોમાં જાગૃતિ આવે તે માટે આવા વિડીઓ અને આઈઈસી મટીરીયલ બનાવવા માટે સુચન કર્યું હતું.

Advertisement

Trending

Exit mobile version