Connect with us

Gujarat

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલ દ્વારા ત્રિ દિવસીય ઇન્સ્પાયર એવોર્ડ માનાક માર્ગદર્શન વર્કશોપ યોજાયો

Published

on

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ દ્વારા ઇન્સ્પાયર એવોર્ડ માનાંક અંતર્ગત વર્કશોપ યોજવામાં આવ્યો.તેમાં સાત તાલુકામાં કુલ 255 સીઆરસી કોઑડીનેટર, આચાર્ય અને શિક્ષકો તેમજ દરેક તાલુકાના બી.આર.સી. કોર્ડીનેટરો વર્કશોપમાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ના સિનિયર વ્યાખ્યાતા ઉમેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. ઇન્સ્પાયર એવોર્ડ  માનાંકના ઇતિહાસ અને INSPIRE અંતર્ગત ત્રણ સ્કીમ વિશે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલના સિનીયર લેક્ચરર ઉમેશભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક વિગતે સમજ આપવામાં આવી. તથા ઇન્સ્પાયર એવોર્ડ માનાંક અંતર્ગત બાળકોના રજીસ્ટ્રેશન કરવા અંગેની સંપૂર્ણ સમજ તજજ્ઞ રાઠોડ નિતેશ ખુમાનસિંહ દ્વારા આપવામાં આવી.

ઇન્સ્પાયર એવોર્ડ માનાંક અંતર્ગત ધોરણ 6 થી ધોરણ 10 માં અભ્યાસ કરતા તમામ બાળકો પોતાનો ઇનોવેટિવ આઇડિયા અપલોડ કરી શકે છે.સાથે સાથે તેઓનો આઈડિયા પસંદગી પામતા પસંદ થયેલ બાળકને સરકાર દ્વારા રૂપિયા 10,000 આપવામાં આવે છે. જેના દ્વારા બાળક મોડેલ નિર્માણ કરી શકે આ સ્કીમનો લાભ જિલ્લાની તમામ શાળાઓ તથા બાળકોને મળી રહે તે માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલના સિનિયર લેક્ચરર  ઉમેશભાઈ ચૌહાણ દ્વારા તાલુકા દીઠ વર્કશોપ યોજવામાં આવ્યા . તમામને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. તમામ તાલીમાર્થીઓને ઇન્સ્પાયર એવોર્ડ માનાંક યોજના અંતર્ગત સમજ વધુ દ્રઢ બને તે માટે તમામને હાર્ડકોપી અને સોફ્ટ કોપીમાં મોડ્યુલ પણ આપવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ કરી તેઓ પોતાના ક્લસ્ટર લેવલે સમાવિષ્ટ તમામ શાળાઓના શિક્ષકોને  માર્ગદર્શિત કરી શકે. આ વર્કશોપ અંગેની પ્રેરણા અને માર્ગદર્શન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય બી.પી.ગઢવી  દ્વારા પૂરા પાડવામાં  આવેલ હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!